શલોમી નામે બે સ્ત્રીઓ
ફાધર વર્ગીસ પોલ
|
| |
| શલોમી નામ સોલોમન નામનું સ્ત્રી રૂપ છે. શલોમી અનો સોલોમન બંને નામો ગ્રીક શબ્દ શાલોમ (શાંતિ)માંથી આવે છે. શલોમી નામે નવા કરારમાં બે સ્ત્રીઓ છે.
|
| |
|
| |
| ગ્રીક ભાષાની જેમ હિબ્રુ ભાષામાં પણ શલોમી એટલે શાંતિ-દાયક સ્ત્રી. શુભસંદેશમાં ફક્ત માર્ક જ શલોમીનો નામથી બે વાર ઉલ્લેખ કરે છે. ક્રૂસે જડેલા ઈસુનના ક્રૂસ નીચે ઊભેલી સ્ત્રીઓની યાદીમાં માર્કે શલોમીનો સમાવેશ કર્યો છે. કેટલીક સ્ત્રીઓ પણ દૂર રહી જોતી હતી. તેઓમાં મગ્દલાની મરિયમ અને નાના યાકોબ અને યોસેની મા મરિયમ તશા શલોમી પણ હતી. (માર્ક ૧૫, ૪૦).
|
| |
| બીજી વાર શલોમીનું નામ ઈસુના મૃતદેહને લગાડવા માટે સુગંધ દ્રવ્યો ખરીદી લાવનાર સ્ત્રીઓની યાદીમાં જોવા મળે છે. વિશ્રામવાર પૂરો થતાં મગ્દલાની મરિયમ, યાકોબની મા મરિયમ અને શલોમી ઈસુને લગડવા માટે સુગંધી દ્રવ્યો ખરીદી લાવી. રવિવારને દિવસે સવારના પહોરમાં સૂરજ ઊગતાં જ તેઓ કબર આગળ આવી (માર્ક ૧૬, ૧-૨).
|
| |
| માથ્થીકૃત શુભસંદેશમાં પણ ઈસુના ક્રૂસ નીચે ઊભેલી સ્ત્રીઓનાં નામો માર્કે આપેલા ક્રમમાં આવે છે. પરંતુ એમાં એક નોંધપાત્ર તફાવત છે. નામોની યાદીમાં અંતે આવતું નામ શલોમીને સ્થાને ઝબદીના પુત્રોની મા આવે છે. ઘણી સ્ત્રીઓ પણ દૂર રહી જોતી હતી. તેઓ ગાલીલથી ઈસુની પાછળ પાછળ તેમની સેવા કરતી આવી હતી. એમાં મગ્દલાની મરિયમ, યાકોબ અનો યોસેફની મા મરિયમ, અને ઝબદીના પુત્રોની મા પણ હતી (માથ્થી ૨૭, ૫૫-૫૬).
|
| |
| લૂકકૃત શુભસંદેશમાં પણ ઈસુને અનુસરેલી અને અમની કબર પાસે ગયેલી સ્ત્રીઓની વાત આવે છે. તેઓ ફક્ત કહે છે કે, જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે સાથે આવી હતી તેઓ યોસેફની પાછળ પાછળ ગઈ. તેમણે કબર અને શબની ગોઠવણી ધ્યાનથી જોઈ. પછી તેઓએ ઘેર જઈને સુગંધી દ્રવ્યો અને અત્તર તૈયાર કર્યા (લૂક ૨૩, ૫૫-૫૬). ઈસુની કબર પાસે ગયેલી સ્ત્રીઓમાં લૂકે ત્રણ નામો આપ્યાં છે. એ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યોહન્ના અને યાકોબની મા મરિયમ પણ હતી (લૂક ૨૪, ૧૦ અ.). પછી લૂકે ખાસ નોંધ્યું છે કે, તેમની સાથેની બીજી સ્ત્રીઓએ પણ પ્રેષિતોને વાત કરી (લૂક ૨૪, ૧૦ બ). પ્રથમ ત્રણ શુબસંદેશકારોએ જણાવ્યું છે કે, ગાલીલથી માંડી ઈસુને અનુસરનાર શિષ્યો સાથે કેટલીક સ્ત્રીઓ પણ ઈસુને અનુસરતી હતી. તેઓ ઈસુ અને એમના શિષ્યો ની જરૂરિયાતોની સંભાળ લેતી હતી. આ સ્ત્રીઓમાં શલોમીનો પણ સમાવેશ થાય છે એમ આપણે માની શકીએ.
|
| |
| ઈસુએ ગાલીલમાં કરેલી ઈશ્વરના રાજ્યની ઘોષણા દરમિયાન માથ્થી અમે મોર્કે એક ખાસ પ્રસંગની નોંધ કરી છે. માર્કકૃત શુભસંદેશ મુજબ ઝબદીના બે દીકરાઓ ઈશ્વરના રાજયમાં ઈસુના જમણા હાથે અને ડાબે હાથે બેસવાની માગણી કરી છે (જુઓ માર્ક ૧૦, ૩૫-૪૦).
|
| |
| આ જ વાત માથ્થીએ પણ કરી છે. પણ એમાં એક નોંધપાત્ર તફાવત છે. માથ્થીના જણાવ્યા મુજબ ઝબદીના બે દીકરાઓ નહિ પણ ઝબદીની પત્ની એટલે એ બે શિષ્યોની મા ઈસુ પાસે એ જ માગણીઓ લઈને આવે છે.
|
| |
| એ વખતે ઝબદીના છોકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માગ્યું.
|
| |
| ઈસુએ તેને કહ્યું, તારે શું જોઈએ છે?
|
| |
| બાઈએ કહ્યું, આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા બે દીકરામાંથી એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે.
|
| |
| પણ ઈસુએ કહ્યું, તમે શું માગો છો એ તમે સમજતા નથી. મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો?
|
| |
| તેમણ કહ્યું, બેશક!
|
| |
| ઈસુએ તેમને કહ્યું, મારો ખ્યાલો તો તમે પીવા પામશો, પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી. એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે.(માથ્થી ૨૦, ૨૦-૨૩)
|
| |
| શલોમી અને તેમના પતિ પોતાનાં બાળકો માટે એક આદર્શ માબાપ રહ્યાં હશે. શલોમી ખરેખર એક પવિત્ર સ્ત્રી છે. તેઓ પોતે ઈસુને અનુસરી એટલું જ નહિ પણ પોતાના બે દીકરાઓને પણ ઈસુને અનુસરવા પ્રેર્યા. એમના બે દીકરાઓ યાકૂબ અને યોહાન તો પીતર સાથે ઈસુના ખૂબ નિકટના ત્રણ શિષ્યો બન્યા, એ વાત અહીં ખાસ નોંધપાત્ર છે.
|
| |
|
| |
| શુભસંદેશમાં આ શલોમીનું નામ આપવામાં આવ્યું નથી. એટલે એને આપણે હેરોદિયાસની દીકરી તરીકે ઓળખીએ છીએ. પરંતુ આપણને આ હેરોદિયાસની દીકરી નું શલોમી નામ યહૂદી ઈતિહાસકાર જોસેફુસ પાસેથી મળે છે. શલોમી તો હેરોદિયાસનો પ્રથમ પતિ ફિલીપની દીકરી છે. હેરોદ ફિલિપ (જુઓ માથ્થી ૧૪, ૩; માર્ક ૬, ૧૭) આપણે જાણીએ છીએ તેમ મહાન હેરોદ નો દીકરો છે. એટલે આ શલોમી મહાન હેરોદની પૌત્રી છે.
|
| |
| હેરોદિયાસ અને શલોમીની વાત આપણે યોહાનની શહાદતના પ્રસંગનો અને માર્કે કરેલા વર્ણનમાં વાંચીએ છીએ.
|
| |
| સ્નાનસંસ્કારક યોહાને હેરોદિયાસને પોતાના પતિ ફિલિપને છોડીને પોતાના સંબંધી હેરોદ અંતિપાસ સાથે લગ્નેતર સંબંધ રાખવા માટે દોષિત ઠરાવી હતી. યોહાને નિડરપણે હેરોદ અંતિપાસને પણ પોતાની ભત્રીજીને એટલે ફિલિપની પત્નીને પોતાની પત્ની તરીકે લેવો બદલ ટીકા કરી હતી. યહૂદી કાયદાકાનૂન કાકા-ભત્રીજી વચ્ચેના લગ્નને મંજૂર કરતો નથી.
|
| |
| હેરોદ અંતિપાસે પોતાની અને હેરોદિયાસની ટીકા કરવા બદલ સ્નાનસંસ્કારક યોહાનને પકડી જંજીર પહેરાવી કારાગારમાં નાખ્યા હતી (માથ્થી 14, ૩). છતાં માર્કે નોંધ્યું છે કે હેરોદ અંતિપાસ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો, એટલે તેનાથી ડરતો હતો અને તેનું રક્ષણ કરતો હતો (માર્ક ૬, ૨૦). પણ હેરોદિયાસ યોહાન ઉપર કીનો રાખતી હતી અને તેમને મારી નાખવા તાકતી હતી (માર્ક ૬, ૧૯).
|
| |
| આ આખી વાત આપણે માથ્થીકૃત શુભસંદેશમાંથી વાંચીએ. વાત એમ છે કે, હેરોદ પોતાના ભાઈ ફિલિપની હેરોદિયાસને ખાતર યોહાનને પકડી જંજીર પહેરાવી કારાગારમાં નાખ્યા હતા; કારણ, યોહાને તેને કહ્યું હતું કે, તું એની સાથે રહે છે એ અધર્મ છે, હેરોદને તેમને મારી નાખવાનું મન થયું. પણ તેને લોકોની બીક લાગી, કારણ, તેઓ યોહાનને પયગંબર માનતા હતા.
|
| |
| પણ હેરોદની વરસગાંઠની ઉજવણી વખતે હેરોદિયાસની દીકરીએ બધા વચ્ચે નૃત્ય કરીને હેરોદને એવો તો ખુશ કર્યો કે તેણે તેને વરદાન આપ્યું, માગ, માગ, જે માગે તે આપું.
|
| |
| એટલે પોતાની માની શિખવણીથી તેણે કહ્યું મને અત્યારે ને અત્યારે સ્નાનસંસ્કારક યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો.
|
| |
| આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયુ; પણ પોતે વરદાન આપી બેઠો હતો તેથી, સાથે બેઠેલાઓની શરમે, તેણે તેની માગણી પૂરી કરવાની આજ્ઞા ફરમાવી; અનો કારાવાસમાં યોહાનનો શિરચ્છેદ કરાવ્યો. તેમનું માથું થાળીમાં લાવીને છોકરીને આપવામાં આવ્યું. અને તે તેની મા પાસે લઈ ગઈ. ત્યાર પછી યોહાનના શિષ્યોએ આવીને તેમનું શબ લઈ જઈ તેને દફનાવ્યું (માથ્થી ૧૪, ૩-૧૩; જુઓ માર્ક ૬, ૧૨-૨૮).
|
| |
| યહૂદી ઈતિહાસકાર યોસેફુસના જણાવ્યુ મુજબ યોહાનની શહાદત યર્દન નદીથી પાર માકેયુસ ઘડમાં થઈ હતી. યોસેફુસે નોંધ્યું છે કે તે વખતે શલોમીની ઉંમર ૧૬ વર્ષની હતી અને તેણે યટૂરિયા અને ત્રખોનિતિયાનો રાજા ફિલિપ સાથે લગ્ન કર્યું હતું (જુઓ લૂક ૩, ૧). (લેખક સાથે સંપર્ક : ciss@satyam.net.in
|
| |
(છેલ્લે બદલ્યાની તારીખ : ૧૬-૧૧-૨૦૦૯)
(ફરી બદલવાની તારીખ : ૦૧-૧૨-૨૦૦૯)
ફાઘર વર્ગીસ પોલ કોપીરાઈટ ૨૦૦૯ |