Bible_English

નવા કરારની સામાન્ય માહિતી

આ વિભાગમાં સ્વ.નગીનદાસ પારેખ અને ફાધર ઈસુદાસ કવેલીએ ગુજરાતીમાં અનુવાદ કરેલા સંપૂર્ણ બાઈબલમાંથી લીધેલા છે.

ચતુર્વિધ શુભસંદેશ
અનુક્રમે માથ્થી, માર્ક લૂક અને યોહગાન રચિત શુભસંદેશ નામે ઓળખાતા પહેલા ચાર ગ્રંથોમાં ભગવાન ઈસુનાં જીવન, ઉપદેશ, બલિદાન અને પુનરુત્થાનની કથા છે. પહેલા ત્રણ શુભસંદેશ એકબીજાને મળતા આવે છે, એટલું જ નહિ, અમુક અંશે એકબીજાને આધારે પણ રચાયેલા છે. ચોથો, યોહાનનો શુભસંદેશ, જુદો તરી આવે છે. તે મનનપ્રધાન છે. આ શુભસંદેશ કવિ કાન્તને હાથે અનુવાદિત થયેલો હોવાથી ગુજરાતીમાં વિશેષ પ્રસિદ્ધિ પામ્યો છે.

પ્રેષિતોનાં ચરિતો
આ ગ્રંથમાં ઈસુના સ્વર્ગારોહણ પછીનાં તરતનાં વરસોમાં એમના શિષ્યોના જીવનકાર્યનું ચિત્ર તથા ઈસુના સંદેશના ફેલાવાનો આંશિક વૃત્તાંત છે.

પત્રાવલિ
આમાં પ્રેષિતોએ જુદાં જુદાં શિષ્યમંડળો પર લખેલા 21 પત્રો આવે છે. તેમાં ઈસુના સંદેશનાં કેટલાંક પાસાંનો ને જીવન સાથેના તેના સંબંધનો ખુલાસો છે. એ પત્રોમાં શુભસંદેશના પ્રચારમાં જેમનો સૌથી વધુ હિસ્સો હતો તે મહાન ઈસુભક્ત ને પ્રખર પંડિત પાઉલના પત્રો સૌથી નોંધપાત્ર છે.

દર્શન
બાઈબલનો આ છેલ્લો ગ્રંથ નવા કરરામાં અલગ તરી આવે છે. એમાં લેખકે પોતાનું વક્તવ્ય રહસ્યમય દર્શનો, પ્રતીક તથા સાંકિત્ક શબ્દો, આંકડાઓ અને રૂપકો દ્વારા રજૂ કર્યું છે, એ બધાનાં વિગતવાર અર્થ કરવો મુશ્કેલ છે. છતાં ગ્રંથનું સામાન્ય તાત્પર્ય સ્પષ્ટ છે. આમાં એર્કરૂપે ઈસાઈ ધર્મસંઘના ઈતિહાસનું દર્શન છે. સાથે સાથે પરમેશ્વર સર્વ યુગોનો અને પ્રજાઓનો રાજ્શ્વર છે. સમગ્ર ઈતિહાસનો સૂત્રધાર છે, અને આખરે એ પોતાનું રાજ્ય પૂર્ણ પણે સ્થાપનાર છે. એવી ભવિષ્યવાણી પણ છે.

શુભસંદેશ ગ્રંથોની રાજકીય, સામાજિત તથા ધાર્મિક ભૂમિકા

ઈસુનું જીવન, તેમનું કાર્ય ને તેમનાં અમૃતવચનો બરાબર સમજવા માટે યહૂદી પ્રજાનાં ઈતિહાસ, ધર્મ ને સંસ્કૃતિ વિશે થોડો પરિચય મેળવવો આવશ્યક છે.

ઈસુનો દેશઃ ઈસ્રાયલ (ઈઝરાયલ – પેલેસ્ટાઈન)

આજકાલ આ બન્ને નામો વારંવાર છાપાંઓમાં ચકમતાં હોય છે. આ બન્ને નામો ઈસુના મૂળ દેશનો નિર્દેશ કરે છે. આપણો સંબંધ ઈસુના જમાનાના ઈતિસાહસ સાથે છે, છતાં એ દેશનાં બે નામો કેમ પડયાં, અને આજકાલ એ દેશમાં યહૂદીઓ ને આરબ પેલેસ્ટાઈનવાસીઓ વચ્ચે કેમ સતત લડાઈ ચાલ્યા કરે છે. એનો અછડતો ઉલ્લેખ કરવો યોગ્ય લાગે છે.

ઈસુના જમાનામાં એમના દેશ પર રોમન સામ્રાજ્યની હકુમત ચાલતી હતી. આમ ઈસુનો દેશ એક પરતંત્ર દેશ હતો. ઈસુના મરણ પછૂ ચાળીસેક વર્ષ બાદ ઈ.સ. 70માં યહૂદીઓએ રોમનો સામે બળવો પોકાર્યો હતો. પરિણામે રોમન લશ્કરે યરુશાલેમને ખેદાન મેદાન કરી નાખ્યું ને મોટાભાગના યહૂદીઓને દેશવટો દીધો હતો. ત્યારથી ઈસ્રાયલ દેશ એક દેશ તરાકી મટી ગયો.

રોમનોએ એ પ્રાંતનું નામ ઈસ્રાયલની ભૂમધ્ય સાગરના કિનારાની બાજુએ વસેલી પલિસ્તી નામની એક પ્રજાના નામ ઉપરથી પલેસતીના આથવા પલિસ્તીયા પાડયું હતું. એ ઉપરથી અંગ્રેજી નામ પેલેસ્ટાઈન આવે છે. પલિસ્તી પ્રજાના જૂના કરારમાં ઘણા ઉલ્લેખ આવે છે. દા.ત. ગોલિયાથી એક પલિસ્તી હતો (1 શમુએલ 17).

કાળક્રમે અન્ય લોકો એ પ્રદેશમાં વસવા આવ્યા. એ લોકોમાં આરબો મુખ્ય હતા. સાતમી સદીથી માંડીને તે 1948 સુધી ત્યાં એમનું જ વર્ચસ્વ રહ્યું. ઓગણીસમી સદીના અંત ભાગમાં વિદેશોમાં વસતા ઘણા યહૂદીઓ પાછા પેલેસ્ટાઈન ફરી તેમાં વસવા લાગ્યા હતા, ને એમનું જોર એટલું બધું વધ્યું હતું કે 1948માં તેઓ પોતાનું અલગ, સ્વતંત્ર રાજ્ય સ્થાપી શક્યા. ત્યારથી આજ સુધી યહૂદીઓ અને પેલેસ્ટાઈનવાસી આરબો તેમ જ આજુબાજુના અન્ય આરબ દેશો સાથે સતત સંગ્રામ ચાલ્યા કરે છે.

આ થઈ આજની વાત, આપણે હવે ઈસુના જમાનામાં પાછા વળીએ.

રાજકીય પરિસ્થિત

ઉપર કહ્યું છે તમે ઈસુના જમાનામાં એમનો દેશ રોમન સામ્રાજ્યની હકૂમતમાં હતો. તે રોમના સામ્રાજ્યનો એક પ્રાંત હતો. ઈસુ એક પરાધીન દેશના નાગરિક હતા.

રોમનોએ દેશને ઈલાકામાં વહેંચી દીધોઃ ગાલી, શમરુન અને યહૂદિયા, ગાલીલ ઈલાકાને વહીવટ તેમણે હેરોદ નામના એક દેશી રાજાને સોંપ્યો હતો. બ્રિટીશ અમલ દરમ્યાન આપણા દેશી રાજાઓ પોતાના રજવાડાંમાં જેવી રીતે રાજ્ય ચલાવતા હતા તેવી રીતે હેરોદ અને પછીના તે જ નામના એના અન્ય વારસદારો પણ, રોમનોની સતત ચોકી હેઠળ, રાજ્ય ચલાવતા હતા. બાકીના બે ઈલાકા શમરુન અને યહૂદિયા પર એક રોમન સૂબો નીમવામાં આવતો. તેનું મુખ્ય મથક યરુશાલેમ હતું. અને તેનું રહેઠાણ મંદિરની અડોઅડ બાંધેલા એક કિલ્લેબંદ મહેલમાં હતું. આ હકીકત યહૂદીઓને સતત ખૂંચ્યા કરતી હતી. વિધર્મી આવાસના સ્પર્શથી જાણે કે પ્રભુનું મંદિર અભડાઈ જતું હોય એમ એમને લાગતું.

યહૂદી સમાજ

રોમનો પોતાને તાબે થયેલી પ્રજાઓ પાસેથી સખત કરવેરા ઉઘરાવતા હતા. હાકી તો તેઓ તે પ્રજાઓને પોતપોતાની પ્રણાલિકાઓ ને માન્યતાઓ પ્રમાણે પોતાનું સામાજિક જીવન ચલાવવા દેતા.

યહૂદીઓ પોતાને ઈશ્વરની વરેલી પ્રજા ગણાવતા હતા. સિનાઈ પર્વત આગળ તેઓ ઈશ્વરની સાથે એક વિશિષ્ટ કરારથી બંધાયા હતા. એ કરાર એમના ધાર્મિક ને સામાજિક જીવનનું કેન્દ્ર હતો. ઈશ્વર જ એમનો એકમાત્ર અધિપતી ને રાજા હતો. માનવી શાસકો ને રાજાઓ કેવળ ઈશ્વરના પ્રતિનિધિઓ ગણાતા હતા. ઈસુના જમાનામાં તો યહૂદી સમાજના ધાર્મિક આગેવાનો રાજકીય આગેવાનો પણ હતા. સમાજજીવનનું નિયમન કરનાર એમના બધા કાયદાઓ ધાર્મિક નિયમો ગણાતા હતા, કારણ, એ બધા કાયદાઓ મોશેની નિયમસંહિતા પર આધારિત હતા, જે જૂથના કરારમાં કહ્યા પ્રમાણે ઈશ્વર પ્રેરેલી હતી.

યહૂદી સજમાજીવનનું નિયંત્રણ એક પંચ હસ્તક હતું. આ પંચને આ અનુવાદમાં વરિષ્ઠસભા અથવા વડી સભા એમ કહ્યું છે. એ પંચના સભ્યો મુખ્યત્વે પુરોહિતવર્ગમાંથી ને સમાજના આગળપડતા ને ધનવાન કુટુંબોમાંથી આવતા હતા. આ પંચનો અધ્યક્ષ વડાપુરોહિત કહેવાતો હતો. તે ચાર મુખ્ય પુરોહિત કુટુંબોમાંથી નીમવામાં આવતો.