Bible_English

Welcome to...

English  | 

We are very happy to meet you in our webpage...

ઈસુ ખ્રિસ્ત કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન ઈસુ (ફાધર વર્ગીસ પોલ)

ઈસુ મધર ટેરેસાની નજરે
ગરીબો માટેનું મારું જીવન (માઈ લાઈફ ફોર ધ પૂરવ) નામે કોલકાતાનાં મધ ટેરેસા વિશે એક પુસ્તક છે. હોસે લ્યૂઈસ ગોન્સાલ્વેઝ – બાલાડો અને જાનેટ એન. પ્લેફૂટે સંપાદન કરેલા એ પુસ્તકના છેલ્લા પાનામાં ઈસુ વિશે મધર ટેરેસાની વાત સાથે આ પુસ્તિકા સમાપ્ત કરું છું.

મારે મન ઈસુ
માનવ થઈ અવતરેલો શબ્દ છે.
જીવનદાયી રોટી છે.
આપણાં પાપ માટે ક્રૂસે ચડેલો બલિ છે.
મારાં અને દુનિયાનાં પાપ માટે અર્પેલી પરમપૂજા છે.
ઘોષણા કરવાનો શબ્દ છે.
જાહેર કરવાનું સત્ય છે.
અનુસરવાનો માર્ગ છે.
પેટાવવાનો પ્રકાશ છે.
જીવી જવાનું જીવન છે.
ચાહવાનો પ્રેમ છે.
ભાગ પાડવાનો આનંદ છે.
અર્પી દેવાનું બલિદાન છે.
આપી દેવાની શાંતિ છે.
ખઈ જવાની જીવનની રોટલી છે.
તૃપ્ત કરવાની ભૂખ છે.
છિપાવવાની તરસ છે.
નગ્ન છે, એને કપડાં પહેરાવવાનાં છે.
નિરાધાર છે, એને આશરો આપવાનો છે.
માંદો છે, એને સાજો કરવાનો છે.
એકલવાયો છે, એને પ્રેમ આપવાનો છે.
તરછોડાયેલો છે, એને અપનાવવાનો છે.
કૃષ્ઠરોગી છે, એની શુશ્રૂષા કરવાની છે.
ભિખારી છે, એને સ્મિતથી આવકારવાનો છે.
દારૂડિયો છે, એને સંભાળવાનો છે.
ગાંડો છે, એને સંભાળી લેવાનો છે.
ગરીબ છે એને ભેટી પડવાનું છે.
અંધ છે, એને દોરી જવાનો છે.
બહેરો છે, એની સાથે વાત કરવાની છે.
અપંગ છે, એની સાથે ચાલવાનું છે.