Bible_English

નવા કરારની સામાન્ય માહિતી

તહેવારો
છેલ્લે યહૂદીઓના મુખ્ય તહેવારો વિશે થોડુંક કહીએ. મુખ્ય તહેવારો ત્રણ હતા (અનુ 16, 1-17).

  • પાસ્ખાપર્વ

તે મુખ્ય તહેવાર હતો. ઈસ્રાયલીઓને મિસરની ગુલામીમાંથી મુક્તિ મળી હતી તેની યાદગીરીમાં આ તહેવાર પળાતો હતો (મહા 12, 1-28). મુક્તિ મળ્યા પછી સિનાઈ પર્વત આગળ ઈશ્વર સાથે કરાર થયો હતો તેનું પણ આ પ્રસંગે સ્મરણ થતું હતું.

પાસ્ખાભોજન એ આ ઉત્સવનો મુખ્ય વિધિ હતો. ઈસુનું છેલ્લું ભોજન તે આ પાસ્ખાભોજન.

  • પચાસમા દિવસનો ઉત્સવ

પાસ્ખા પછીના પચાસમે દિવસે બીજો એક તહેવાર ઊજવાતો હતો. તેમાં અનાજની પ્રથમ ફસલ પ્રભીને ધરાતી હતી.
આ જ તહેવારના દિવસે પવિત્ર ત્મા પ્રેષિતો ઉપર ઊતર્યો હતો (પ્રે.ચ 2, 1-4), ને ધર્મસભાની પ્રથમ ફસલ જાણે કે તે દહાડે લણાઈ.

  • માંડવાનો ઉત્સવ

આ ઉત્સવને વાડી વેડયાનો ઉત્સવ પણ કહેવાતો. અનાજનો તેમ જ ફળોનો એમ બધો પાક ભેગો કર્યા પછી પૂર્ણાહુતિરૂપે આ ઉત્સવ ઊજવાતો હતો. તે દરમ્યાન યહૂદીઓ પોતાનાં ઘરો છોડીને ખેતરમાં ડાળીઓથી બાંધીલ ઝૂંપડીઓમાં રહેતા હતા. પોતાના પૂર્વજો મિસર છોડયા પછી ચાળીસ વર્ષો સુધી રણમાં ભટકતા રહી તંબૂઓમાં વસ્યા હતા તેનું તેઓ આ રીતે સ્મરણ કરતા (યોહાન 7.2).