Bible_English

અધ્યાય-3

છડીદારનો પોકાર
  • બાદશાહ તિબેરિયસના અમલના પંદરમે વરસે, જ્યારે પોન્તિય, પિલાત યહૂદિયાનો સૂબો હતો, હેરોદ ગાલીલનો રાજા હતો, તેનો ભાઈ ફિલિપ યટૂરિયા અને ત્રાખોનિતિયાનો રાજા હતો. અને લુસાનિયાસ અબિલેનીનો રાજા હતો.
  • અને આનાસ તથા કાયફા વડા પુરોહિતપદે હતા, ત્યારે ઝખરિયાના પુત્ર યોહાનને વગડામાં ઈશ્વરનો સંદેશ મળ્યો.
  • અને તેમણે યર્દન નદીની આસપાસના આખા પ્રદેશમાં ફરીને પદેશ કરવા માંડ્યો, કે હૃદયપલટો કરો, પામો ને તમારાં પાપ માફ થશે.
  • આની આગાહી પયગંબર યાશાયાના ગ્રંથમાં કરેલી છે કે અરણ્યમાં કોઈનો પોકાર સંભળાય છે. પ્રભુને માટે માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો.
  • દરેક ખીણને પૂરી દો. અને પ્રત્યેક પર્વત અને ડુંગરને તોડીને નીચો બનાવી દો. વાંકા રસ્તાઓ સીધા કરો. અને ખરબચડા રસ્તાઓને સપાટ બનાવી દો.
  • અને સમસ્ત માનવજાત ઈશ્વરના હાથે થયેલું ઉદ્ધારકાર્ય જોવા પામશે.
  • લોકોનાં ટોળેટોળાં યોહાન પાસે સ્નાનસંસ્કાર લેવા આવતાં. તેમને તેઓ કહેતા, હે સર્પના સંતાનો ! માથે ઝઝૂમતી સજામાંથી બચી શકશો એવું તમને કોણે કહ્યું ?
  • હૃદયલટાને શોભે એવાં કાર્યો બતાવો. તમારા મનને એમ કહેવા ન બેસશો કે, અમારે અબ્રાહામ જેવો પિતા છે, કારણ, હું તમને કહું છું કે, ઈશ્વર તો આ પથ્થરોમાંથી અબ્રાહમને માટે બાળકો સરજી શકે એમ છે.
  • હવે તો ઝાડના મૂળ ઉપર કુહાડો મંડાઈ ચૂક્યો છે. એટલે જ કોઈ ઝાડ સારાં ફળ નહિ આપે તેને કારી નાખીને આગમાં પધરાવ્યાં જાણો.
  • લોકો તેમને પૂછ્યું, તો અમારે શું કરવું ?
  • તેમણે જવાબ આપ્યો જેની પાસે બે પહેરણ હોય તે જેની પાસે ન હોય તેની સાથે વહેંચી લે, અને જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.
  • જકાતદારો પણ સ્નાનસંસ્કાર લેવા માટે આવ્યા અને તેમણે યોહાનને કહ્યું, ગુરુજી, અમારે શું કરવું ?
  • તેમણે તેઓને કહ્યું, ઠરાવ્યા કરતાં વધારે ન ઉઘરાવવું.
  • સિપાઈઓએ પણ તેમને પૂછયું, અને અમારે શું કરવું ? તેમણે જવાબ આપ્યો, કોઈને ડરાવીને કે ખોટા આક્ષેપો મૂકીને નાણાં પડાવશો નહિ, તમારા પગારમાં સંતોષ માનજો.
  • લોકોમાં પુષ્કળ ઉત્કંઠા વ્યાપી હતી અને સૌ પોતપોતાની મનમાં યોહાનને વિશે વિચારવા લાગ્યા કે, કદાચ એ ખ્રિસ્ત તો ન હોય ?
  • પણ યોહાને તે બધાને કહ્યું, હું, તો તમને પાણીથી સ્નાનસંસ્કાર કરાવું છું, પણ મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે. હું તો તેના પગરખાંની વાઘરી છોડવાને પણ લાયક નથી. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિ વડે સ્નાનસંસ્કાર કરાવશે.
  • તેના હાથમાં સૂપડું તૈયાર છે, અને તે પોતાના ખળાને સોઈઝાટકીને સાફ કરી નાખશે. ઘઉં ધઉં તે પોતાના કોઠારમાં ભરશે. પણ ફોતરાં કદી ઓલવાય નહિ એવા અગ્નિમાં બળી મૂકશે.
  • બીજી અનેક વાતોનો ઉપદ્દેશ કરતાં કરતાં યોહાન લોકોને શુભસંદેશ સંભળાવતા.
  • પણ તેમણે હેરોદને તેમના ભાઈ પત્ની હેરોદિયાસની બાબતાં તેમ જ બીજાં કુકર્મો વિશે ઠપકો આપ્યો.
  • એટલે હેરોદે યોહાનને કેદમાં પૂરીને તે બધાં ઉપર કળશ ચડાવ્યો.
ઈસુનો સ્નાનસંસ્કાર
  • હવે એવું બન્યું કે, બધા લોકેને સ્નાનસંસ્કારો આપઈ રહ્યા અને ઈસુને પણ સંસ્કાર અપાઈ રહ્યા પછી તે પ્રાર્થના કરતા હતા.
  • એવામાં આકાશનાં દ્વાર ખૂલી ગયાં અને પવિત્ર આત્મા તેમના ઉપર પારેવાના રૂપમાં ઊતરી આવ્યો, અને આકાશવાણી સંભળાઈ, તું મારો પુત્ર છે. મારો પ્રિયતમ પુત્ર છે. તારા ઉપર હું પ્રસન્ન છું.
ઈસુની વંશાવળી
  • જ્યારે ઈસુએ ઉપદેશકાર્ય શરૂ કર્યું ત્યારે તેમની ઉંમર આશરે ત્રીસેક વર્ષની હતી. લોકો એમ ધારતા હતા કે, ઈસુ યોસેફનો પુત્ર છે. યોસેફ એલીનો.
  • તે મથ્થાતનો, તે લેવીનો, તે મલ્ખીનો, તે યન્નયનો, તે યોસેફનો.
  • તે મત્તાથિયાનો, તે આમોસનો, તે નહૂમનો, તે અસ્લીનો, તે નગ્ગાઈનો.
  • તે માથનો, મત્તાથિયાનો, તે શિમીનો, તે યોસેખનો, તે યોદાનો.
  • તે યોહાનાનનો, તે રેસાનો, તે ઝરૂબાબેલનો, તે શલથિયેલનો, તે નેરીનો.
  • તે મલ્ખીનો, તે અદ્દીનો, તે કોસામનો, તે અલ્માદામનો, તે એરનો તે
  • યોહાશુઆનો, તે એલિયેઝરનો, તે યોરીમનો, એલિયાકીમનો.
  • તે મલેઆનો, તે મેન્નાનો, તે મત્તથાનો, તે નાથાનનો, તે નાથાનનો, તે દાવિદનો.
  • ઈશાઈનો, તે ઓબેદનો, તે બોઆઝનો, તે સલમોનનો, તે નહશોનનો.
  • તે અમિનાદાબનો, તે અહ્મીનનો, તે અરનીનો, તે હેસરોનનો, તે પેરેસનો, તે યહૂદાનો.
  • તે યાકોબનો, તે ઈસહાકનો, તે અબ્રાહમનો, તે તેરાનો, તે નાહોરનો.
  • તે સરુગનો, તે રઉનો, તે પેલગનો, તે એબરનો, શેલાહનો.
  • તે કૈનાનનો, તે અર્પાખસાદનો, તે શેમનો, તે નૂહનો, તે લામેખનો,
  • તે મથૂશેલાહનો, તે હનોખનો, તે યારેદનો, તે મહલાલેલનો, તે કૈનાનનો.
  • તે અનોશનો, તે સેથનો, તે આદમનોસ અને તે ઈશ્વરનો.