Bible_English

અધ્યાય-7

વિધર્મી સૈનિકની શ્રદ્ધા
  • લોકોને આ બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કફરનહૂમ ગયા.
  • ત્યાં એક સુબેદારનો નોકર માંદો પડયો હતો અને મરવાની અણી ઉપર હયો. એ નોકર સૂબેદારને વહાલો હતો.
  • સુબેદારે ઈસુ વિશે સાંભળતા યહૂદિયાના કેટલાક આગેવાનોને એવી વિનંતી કરવા તેમની પાસે મોકલ્યા કે, આપ આવીને મારા નોકરને બચાવો.
  • તેઓએ ઈસુ પાસે આવીને આજીજી કરી કે, આપ એના ઉપર આટલી કૃપા કરો અને એ પાત્ર છે.
  • કારણ એ આપણા લોકો ઉપર સદ્દભાવ રાખે છે અને એણે જ આપણું સભાગૃહ બાંધી આપેલું છે.
  • એટલે ઈસુ તેઓની સાથે ગયા. પણ ઘરથી થોડે દૂર હતા ત્યાં સૂબેદારે પોતાના મિત્રો મારફતે સંદેશ મોકલ્યો કે, પ્રભુ. આપ તસ્દી ન લેશો. આપના પગલાં મારે ઘેર એવાં પુણ્ય મારાં ક્યાંથી ?
  • હું તો મારી જાતને પણ આપની પાસે આવવાને લાયક ગણતો નથી. આપ મોઢથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે.
  • કારણ, હું પોતે પણ કોઈના હાથ નીચે કામ કરું છું. અને મારા હાથ નીચે પણ સિપાઈઓ છે. હું જા કહેતાં એક જાય છે. આવ કહેતાં બીજો આવે છે. અને મારા નોકરને ફલાણું કર કહેતાં તે કરે છે.
  • આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા, અને પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને તેમણે કહ્યું, હું તમને કહું છું, કે આવી શ્રદ્ધા તો મેં ઈસ્રાયલમાં પણ દીઠી નથી !
  • અને પેલા માણસો પાછા ઘેર આવીને જુએ છે તો નોકર સાજો ઈ ગયો હતો.
જીવતદાન
  • ત્યાર પછી ઈસુ નાઈન નામના ગામે ગયા. તેમના શિષ્યો અને પુષ્કળ માણસો પણ તેમની સાથે ગયા.
  • તેઓ ગામના દરવાજા નજીક પહોંચ્યા ત્યાં કોઈ વિધવાને એકનો એક દીકરો મરી ગયો હતો તેને લઈને આવતા લોકો તેમને સામા મળ્યા. ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા.
  • તેને જોઈને પ્રભુને દયા આવતા લોકો તેમણે તે બાઈ કહ્યું, રહીશ નહિ.
  • પછી નાની પાસે જઈને તેમણે તેના ઉપર હાથ મૂક્યો એટલે ઊંચકનારા ઊભા રહ્યા. પછી ઈસુ બોલ્યા, જુવાન માણસ, તને હું કહું છું કે, બેઠો થા.
  • ત્યાં તો તે મરેલો માણસ બેઠો થઈને બોલવા લાગ્યો, અને ઈસુએ તેને તેની માને સોંપી દીધો.
  • બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરી કહેવા લાગ્યા, આપણી વચ્ચે મોટા પયગંબર ઉદય પામ્યા છે ઈશ્વરે પોતાની પ્રજા ઉપર કૃપાદષ્ટિ કરી છે.
  • ઈસુ વિશેની આ વાત આખા યહૂદિયા પ્રાંતમાં અને આસપાસના બધા પ્રદેશોમાં ફેલાઈ ગઈ.
યોહાનપ્રશિસ્ત
  • યોહાનને પણ તેમના શિષ્યો મારફતે આ બધી વાતની માહિતી મળી હતી.
  • તેમણે બે શિષ્યોને બોલાવીને તેમની સાથે પ્રભુને કહેવડાવ્યું કે, જેમનું આગમન થવાનું છે તે આપ જ છો, કે અમારે બીજાની રાહ જોવાની છે ?
  • ઈસુની પાસે આવીને તે માણસોએ કહ્યું, સ્નાનસંસ્કાર યોહાને અમને આપની પાસે મોકલ્યા છે અને કહેવડાવ્યું છે કે, જેમનું આગમન થવાનું છે તે આપ જ છો કે અમારે બીજાની રાહ જોવાની છે ?
  • તે જ ઘડીએ ઈસુએ રોગોથી પીડાતાઓથી અને અશુદ્ધ આત્માઓથી મુક્ત કર્યા અને ઘણા આંધળા માણસોને દષ્ટિદાન દીધું.
  • પછી તેમણે પેલા શિષ્યોને જવાબ આપ્યો, જાઓ, અને તમે જે કંઈ જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહો. આંધળા દેખાતાં થાય છે. લંગડાં ચાલે છે. કોઢિયાં સાંજા થાય છે. બહેરાં સાંભળે છે. મરેલાં સજીવન થાય છે. અને દીનજનોને શુભસંદેશ સંભળાવવામાં આવે છે.
  • અને મારે લીધે જેની શ્રદ્ધા ડગતી નથી તે પરમસુખી છે.
  • પછી યોહાનનો સંદેશો લાવનાર માણસો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહેવા માંડયું, તમે રણમાં શું જોવા દોડી ગયા હતા ? પવનમાં ડોલતું ઘાસ જોવા તો નહોતા ગયા ને ?
  • તો તમે શું જોવા દોડી ગયા હતા ? મુલાયમ વસ્ત્રો પહેરેલો માણસ ? પણ ભભકાદાર વસ્ત્રો પહેરનારા અને એશઆરામમાં રહેનારા તો રાજાના મહેલમાં હોય !
  • તો તમે શું જોવા દાડી ગયા હતા ? પયગંબર ? હા, અને હું તમને કહું છું કે, પયગંબર કરતા પણ વિશેષ.
  • એ જ માણસને વિશે શાસ્ત્રમાં લખ્યું છે કે, જો હું મારા દૂતને તારી આગળ મોકલું છું. એ તારી આગળ જઈને તારો માર્ગ તૈયાર કરશે.
  • હું તમને કહું છું કે, સ્નાનસંસ્કારક યોહાન કરતાં મોટો કોઈ માનો જણ્યો ધરતીના પડ ઉપર છે જ નહિ. અને તેમ છતાં, ઈશ્વરના રાજમાંનો અદનામાં અદનો આદમી પણ એના કરતાં મોટો છે.
  • તેમની વાત સાંભળનારા સૌએ, જકાતદારોએ સુધ્ધાં, સ્નાનસંસ્કાર લઈને ઈશ્વર સાચો છે એમ સ્વીકાર્યું.
  • પરંતુ ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ તેમની પાસે સ્નાનસંસ્કાર લેવાની પાડીને પોતાને વિશેની ઈશ્વરની યોજનાને વિફળ બનાવી.
  • આજની પેઢીના માણસોને મારે શાની ઉપમા આપવી ? તેઓ શાના જેવા છે ?
  • ચૌટામાં બેઠાં બેઠાં બાળકો એકબીજાંને કહેતાં હોય કે, અમે વાંસળી વગાડી, પણ તમે નાચ્યાં નહિ ! અમે મરસિયાં ગાયાં, પણ તમે છાતી ન ફૂટી ! તેના જેવા એ લોકો છે.
  • કારણ, સ્નાનસંસ્કારક યોહાન આવ્યો, તે રોટલો ખાતો નથી અને દારૂ પીતો નથી, તો તમે લોકો કહો છો કે, એને ભૂત વળગ્યું છે.
  • માનવપુત્ર આવ્યો, તે ખાય છે, પીએ છે, તો તમે લોકો કહો છો કે, જુઓ, આ ખાઉધરો અને દારૂડિયો, જકાતદારો અને પાપીઓનો ગોઠિયો !
  • તેમ છતાં ઈશ્વરના શાણપણને અનુસરનારાઓએ તેને સાચું પાડયું છે.
પ્રેમભર્યો પશ્ચાત્તાપ
  • એક ફરોશીએ ઈસુને પોતાને ત્યાં જમવા નોતર્યા. એટલે તેઓ તેને ઘેર જઈને ભાણે બેઠા.
  • એટલામાં ફરોશીને ઘેર ઈસુ જમવા બેઠા છે એવું જાણીને, શહેરની એક પતિત સ્ત્રી સંગેમરમરની કૂપીમાં અત્તર લઈને આવી પહોંચી.
  • અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈસુને ચરણે પડી ગઈ. તેનાં આંસુથી તેમના ચરણ ભીંજાઈ ગયા તે તેણે પોતાના વાળથી લૂછી નાખ્યા. પછી તેણે ચરણ ચૂમી ચૂમીને અત્તર લગાડયું.
  • આ જોઈને ઈસુને નોતરનાર ફરોશી મનમાં વિચાર કરવા લાગ્યો કે, જો આ માણસ ખરેખર પયગંબર હશે તો એને ખબર પડી જવી જોઈએ કે એને અડનારા આ બાઈ કોણ છે અને કેવી છે, તો પતિતા છે.
  • આથી ઈસુએ તેને કહ્યું, સિમોન, મારે તને એક વાત કહેવી છે. ત્યારે તેણે કહ્યું, કહો ને. ગુરુજી.
  • એક શાહુકારનું બે જણ પાસે લેણું હતું, એક જણ પાસે પાંચસો રૂપામહોર અને બીજા પાસે પચાસ.
  • પણ દેવું વાળવાનું તેમનું ગજું નહોતું એટલે શાહુકારે બંનેનું દેવું માફ કર્યું. તો બેમાંથી કોણ તેના ઉપર વધારે પ્રેમ રાખશે ?
  • સિમોને જવાબ આપ્યો, મારા ધારવા પ્રમાણે, જે માણસનું તેણે વધારે દેવું માફ કર્યું હતું તે.
  • ઈસુએ કહ્યું, તારી ધારણા સાચી છે. અને પેલી સ્ત્રી તરફ ફરીને તેમણે સિમોનને કહ્યું આ બાઈને કહ્યું જુએ છે ને ? હું તારા ઘરમાં આવ્યો, તેં મને પગ ધોવા પાણી ન આપ્યું, પણ એ બાઈએ પોતાનાં આંસુથી મારા પગ ભીંજવ્યા અને પોતાના વાળથી લૂછી નાખ્યા.
  • તેં મને ચુંબન ન દીધું પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારી કદમબોસી કરી રહી છે.
  • તેં મારા વાળમાં તેલ ન નાખ્યું, પણ એણે મારા પગે અત્તર લગાવ્યું છે.
  • અને એટલે હું તને કહું છું કે, એનો આ ભર્યોભર્યો પ્રેમ પુરવાર કરે છે કે એનાં ઘણાં પાપોની એને માફી મળી છે. જેને ઓછું માફ થયું હોય છે તે ઓછો પ્રેમ બતાવે છે.
  • પછી તેમણે તે બાઈને કહ્યું, તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.
  • ત્યારે તેમની સાથે જમવા બેઠેલા માણસો માંહોમાંહે કહેવા લાગ્યા, આ કોણ છે કે પાપો પણ માફ કરે છે ?
  • પણ ઈસુએ તે બાઈને કહ્યું, તારી શ્રદ્ધાને તને ઉગારી લીધી છી, સુખે જા.