Bible_English

અધ્યાય-9

બાર શિષ્યોની રવાનગી
  • પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને ઈસુએ તેમને બધા અપદૂતોને વશ કરવાની અને રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યા.
  • અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માંદાંઓને સાજાં કરવા મોકલી આપ્યા.
  • તેમણે તેમને કહ્યું, તમે પ્રવાસમાં કશું સાથે લેશો નહિ. લાકડીયે ન લેશો કે ઝોળીને ન લેશો, રોટલાયે ન લેશો તેમ તેમ પૈસાયે ન લેશો, અરે, બીજું પહેરણ પણ લેશો નહિ.
  • જે કોઈ ઘે ઊતરો ત્યાં જ રહેજો અને ત્યાંથી જ બીજે ગામ જજો.
  • જે કોઈ તમારો સત્કાર ન કરે તેમના ગામમાંથી નીકળી જજો અને તેમને ચેતવવા ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો.
  • એટલે તેઓ નીકળી પડયા અને ગામેગામ શુભસંદેશનો પ્રચાર કરતા અને માંદાંઓને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.
હેરોદની વિમાસણ
  • જે કંઈ બનતું હતું રાજા હેરોદના હેરોદના સાંભળવામાં આવ્યું, અને તે વિમાસણમાં પડી ગયો, કારણ, કેટલાક એમ કહેતા હતા કે, યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે.
  • કેટલાક વળી એમ કહેતા હતા કે, એલિયા પ્રગટ થયા છે. અને કેટલાક વળી એમ કહેતા હતા કે, કોઈ પ્રાચીન પયગંબર સજીવન થયા છે.
  • પરંતુ હેરોદે કહ્યું, યોહાનનો તો મેં શિરચ્છેદ કર્યો છે, પણ આ કોમ છે, જેને વિશે હું આ બધી વાતો સાંભળું છું ? અને તે ઈસુને મળવા ઉત્સુક બની ગયો.
અક્ષય રોટી
  • પ્રેષિતોએ પાછા આવીને પોતે જે કર્યું હતું તે બધું ઈસુને કહી સંભળાવ્યું, ઈસુ તેમને સાથે લઈને એકલા બેથસૈદા નામે નગર તરપ ચાલ્યા ગયા.
  • પણ ખબર પડતાં જ લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં. ઈસુએ એ લોકોનો સત્કાર કરીને તેમને ઈશ્વરના રાજ્ય સંબંધે વાતો કરી અને જેમને સાજા કરવાની જરૂર હતી તેમને સાજા કર્યા.
  • દિવસ આથમવા આવ્યો એટલે બાર શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું, આ લોકોને વિદાય કરી દો કે તેઓ આસપાસનાં ગામડાં અને મુવાડાંમાં જઈને રહેવા-ખાવાની વ્યવસ્થા કરી લે, કારણ, પણે અહીં ઉજજ્ડ જગ્યામાં છીએ.
  • ત્યારે ઈસુએ કહ્યું, તમે જ એ લોકોને કંઈ ખાવાનું આપો. પણ શિષ્યોએ કહ્યું, અમારી પાસે તો ફક્ત પાંચ રોટલા ને બે મચ્છી જ છે. બીજું કશું નથી. અમે જાતે જઈને એ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જુદી વાત.
  • લગભગ પાંચ હજાર તો પુરુષો જ હતા.
ઈસુએ શિષ્યોને કહ્યું, તમે અમને આશરે પચાસ પચાસની પંગતમાં બેસાડી દો.
  • તેમણે તે પ્રમાણે કર્યું અને બધાંને બેસાડી દીધાં.
  • પછી પાંચ રોટલા અને બે મચ્છી લઈને આકાશ તરફ જોઈને, તેમને માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તેના ટુકડા કરીને વહેંચવા માટે શિષ્યોને આપવા માંડયા.
  • બધાંએ ધરાઈને ખાદ્યું અને છાંડો ભેગો કર્યો તો બાર ટોપલા ભરાયા.
પીતરનું શ્રદ્ધાનિવેદન
  • એક વાર ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા અને શિષ્યો તેમની સાથે હતા, ત્યારે તેમણે તેઓને પૂછ્યું, હું કોણ છું. એ વિશે લોકો શું કહે છું ?
  • શિષ્યોએ જવાબ આપ્યો, કેટલાક કહે છે, સ્નાનસંસ્કારક યોહાન છો, કેટલાક કહે છે કે, એલિયા છો. અને કેટલાક વળી કહે છે કે, સજીવન થયેલા કોઈ પ્રાચીન પયગંબર છો.
  • ઈસુએ કહ્યું, પણ તમે ? તમે શું કહો છો ? હું કોણ છું ? પીતરે જવાબ આપ્યો, ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા !
  • પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા કરી કે, કોઈને આ કહેશો નહિ.
ખૂએ તે પામે
  • વળી, ઈસુએ કહ્યું, માનવપુત્રે પુષ્કળ દુઃખ વેઠવાં જોઈએ, પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિત અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ, તેને વધેરાઈ જવાનું છે, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે.
  • પછી તેમણે સૌને કહ્યુંસ જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે, અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે.
  • કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે.
  • કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો તેમાં એ ખાટયો શું ?
  • એટલે જો કોઈ મારો અને મારાં વચનોનો સ્વીકાર કરતાં શરમાશે, તો માનવપુત્ર પણ જયારે પોતાનો, પિતાનો અને પવિત્ર, પિતાનો અને પવિત્ર દેવદૂતોનો મહિમા ધારણ કરીને આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતાં શરમાશે.
  • હું તમને ખાતરી થી કહું છું કે અહીં કેટલાક માણકસો એવા ઊભા છે, જેઓ મૃત્યુને ભેટવા પહેલાં ઈશ્વરનું રાજ્ય નજરે જોશે.
દિવ્સરૂપ દર્શન
  • આ વાતચીતને લગભગ આઠ દિવસ વીતી ગયા પછી ઈસુ પીતર, યાકોબ અને યોહાનને લઈને પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા.
  • પોતે પ્રાર્થના કરતા હતા એ દરમિયાન તેમના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો અને તેમનાં વસ્ત્રો ઉજ્જવળ થઈ ગયાં.
  • અને એકાએક બે માણસો તેમની સાથે વાત કરતા દેખાયા, એ મોશે અને એલિયા હતા.
  • બન્ને મહિમાવાન દેખાતા હતા, અને યરુશાલેમમાં મૃત્યુને ભેટીને ઈસુ ઈશ્વરની ઈચ્છાને કેવી રીતે પરિપૂર્ણ કરવાના હતા તેની વાત કરતા હતા.
  • પીતર અને તેના સાથીઓ ઊંઘે ઘેરાયેલા હતા, છતાં જગતા રહીને તેમણે ઈસુના મહિમાને અને તેમની પાસે ઊભેલા પેલા બે માણસોને જોયા.
  • અને એ બે માણસો ઈસુ પાસેથી ચાલ્યા જતા હતા ત્યાં પીતરે ઈસે કહ્યું, ગુરુદેવ, આપણે અહીં રહીએ તો કેવું સારું ! અમે અહીં ત્રણ મઢૂલી બનાવીએ, એક આપને માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.
  • પણ પોતે શું બોલે છે એનું એને ભાન નહોતું. હજી એ આ પ્રમાણે બોલતો હતો ત્યાં એક વાદળે આવીને તેમની ઉપર છાયા પાથરી, વાદળની છાયામાં આવી જતાં તેઓ ભયભીત થઈ ગયા.
  • વાદળમાંથી વાણી સંભળાઈ આ મારો પુત્ર છે, મારો વારેલો પુત્ર છે, એનું કહ્યું સાંભળજો !
  • આકાશવાણી પૂરી થઈ એટલે ઈસુ એકલા જ નજરે પડયા. શિષ્યો મૂંગા રહ્યા અને પોતે જે કંઈ જોયું હતું તેને વિશે તે વખતે કોઈને કહ્યું નહિ.
શ્રદ્ધા શું ન કરે ?
  • બીજે દિવસે તેઓ પવર્ત ઉપરથી નીચે આવ્યા ત્યારે લોકોનું મોટું ટોળું ઈસુને મળવા આવ્યું.
  • એવામાં ટોળામાંથી એક માણસ બૂમ પાડી ઊઠયો, ગુરુજી, કૃપા કરીને મારા દીકરા ઉપર દષ્ટિ કરો, કારણ, એ મારો એકનો એક દીકરો છે.
  • એને કોઈ અશુદ્ધ આત્મા આવે છે એટલે કે એકાએક ચીસ પાડી ઊઠે છે. એને આંકડી આવવા લાગે છે, એને મોઢે ફીણ વળે છે, અને માંડમાંડ એને છોડી જાય છે. ત્યારે એને આખે શરીરે જખમ થયા હોય છે.
  • મેં આપના શિષ્યોને વિનંતી કરી કે આનો વળગાડ ઊતારો પણ તેઓ ન ઉતારી શકયા.
  • ઈસુએ જવાબમાં કહ્યું, ઓ શ્રદ્ધા વગરના અને આડા લોકો, હું તે ક્યાં સુધી તમારી સાથે રહું અને તમને બધાને વેઠી લઉં ? તારા દીકરાને અહીં લઈ આવ.
  • પણ છોકરો ઈસુ પાસે પહોંચ તે પહેલાં જ અપદૂતે તેને જોરથી ભોંય પર પછાડયો અને તેને આંકડી આવવા માંડી. ઈસુએ અશુદ્ધાત્માને ધમકાવ્યો, છોકરીને સાજો કર્યો અને તેના બાપને પાછો સોંપી દીધો.
  • અને ઈશ્વરનો પ્રતાપ જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા.
ફરીમૃત્યુની આગહી
  • ઈસુ જે કરી રહ્યા તે જોઈને બધા આશ્ચર્યમાં ડૂબી ગયા હતા, તે વખતે ઈસુએ શિષ્યોને ઉદ્દેશીને કહ્યું.
  • તમે આ મારાં વચન બરાબર મનમાં સંઘી રાખજો. માનવપુત્રને માણસોના હાથમાં સોંપી દેવામાં આવનાર છે.
  • પણ તેઓ તેમનું કહેવું સમજયા નહિ, આ વચનો એમને માટે ગૂઢ રાખવામાં આવ્યા હતાં, તેથી તેઓ તેનો અર્થ કળી શક્યા નહિ, છતાં વિશે ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.
સૌથી નાનો સોથી મોટો
  • પોતામાં કોણ સૌથી મોટો છે એ વિશે શિષ્યોમાં ચર્ચા જાગી.
  • પણ ઈસુ તેમના મનની વાત જાણ ગયા અને એક બાળકને હાથ પકડીને પોતાની પાસે ઊભો રાખીને બોલ્યા.
  • જે કોઈ મારે ખાતર આ બાળકનું સ્વાગત કરે છે, તે મારું જ સ્વાગત કરે છે, અને જે મારું સ્વાગત કરે છે, તે મને મોકલનારનું સ્વાગત કરે છે, તમારામાં જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે.
જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષમાં છે
  • યોહાન બોલ્યા, ગુરુદેવ એક માણસને અમે આપને નામને અપદૂત કાઢતો જોય, પણ તે અમારી જેમ આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.
  • ઈસુએ તેને કહ્યું, એને મના ન કરશો, કારણ જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષમાં છે.
યરુશાલેમ તરફ
  • ઈસુના ઊર્ધ્વારોહણનો દિવસ નજીક આવતો હતો એટલે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ધાર કર્યો.
  • અને કાસદોને આગળથી મોકલી આપ્યા, તો ઊપડયા અને તેમને માટે વ્યવસ્થા કરવા શમરુનીઓના એક ગામમાં દાખલ થયા.
  • પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામ લોકોએ તેમનું સ્વાગત કરવાની ના પાડી.
  • આ જોઈને ઈસુના શિષ્યો યાકોબ અને યોહાન બોલી ઊઠયા, પ્રભુ, આપ કહેતા હો તો અમે અગ્નિને આકાશમાંથી ઊતરીને એ લોકોને ભરખી જવાનું કહીએ.
સંપૂર્ણ ત્યાગી જ સાચો શિષ્ય
  • તેઓ રસ્તે થઈને જતા હતા એવામાં એક જણે ઈસુને કહ્યું, આપ જ્યાં જશો ત્યાં હું આપની પાછળ આવીશ.
  • ઈસુએ તેને કહ્યું, શિયાળવાંને બોડ હોય છે. અને આકાશનાં પંખીઓને માળા હોય છે, પણ માનવપુત્રને માથું મેલવાનોયે ઠામ નથી.
  • બીજા એક જણને તેમણે કહ્યું, મારી પાછળ આવ. પણ તેણે કહ્યું, પહેલાં મને મારા પિતાને દફનાવી આવવા દો.
  • ઈસુએ કહ્યું, મરેલાંઓને દફનાવવાનું મરેલાંઓ ઉપર છોડી દે. તું જઈને ઈશ્વરના રાજયની ઘોષણા કર.
  • બીજા એક માણસે તેમને કહ્યું, પ્રભુ, હું આપની પાછળ આવીશ, પણ પહેલાં મને ઘરનાં માણસોની વિદાય લઈ આવવા દો.
  • પણ ઈસુએ તેને કહ્યું, જે માણસ હળ ઉપર હાથ મૂકાને પાછું જુએ છે, તે ઈશ્વરના રાજ્યને લાયક નથી.