Bible_English

અધ્યાય – 10

બોતેર શિષ્યોની રવાનગી
 • આ પછી પ્રભુએ બીજા બોતેર શિષ્યોને નીમીને બબ્બેની ટુંકડીમાં પોતે જે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા.
 • અને તેમણે તેઓને કહ્યું, ફસલ ખરેખર મબલક છે. પણ કામ કરનાર ઘોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે.
 • ઊપડો ! અને ખ્યાલ રાખજો. હું નહિ.
 • કોઈ પણ ઘરમાં દાખલ થાઓ ત્યારે પહેલાં આ ઘર ઉપર શાંતિ ઊતરો એમ કહેજો.
 • જો ત્યાં કોઈ શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર ઠરશે નહિ તો તે તમારી પાસે પાછી આવશે.
 • એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જારબાજરો ખાતાં હોય તે ખાજો, કારણ, કામ કરનારને રોજીનો અધિકાર છે. વારે વારે ઉતારો બદલશો નહિ.
 • તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો,
 • અને ત્યાં માદાં હોય તેને સાજાં કરજો અને સૌને કહેજો કે, ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે.
 • તમે કોઈ ગામમાં દાખલ થાઓ અને લોકો તમારું સ્વાગત ન કરે તો તેના રસ્તા ઉપર જઈને કહેજો કે.
 • અમારા પગને વળગેલી તમારા ગામની ધૂળ સુદ્ધાં અમે તમને ખંખેરી આપીએ છીએ તેમ છતાં એટલું ધ્યાનમાં રાખજો કે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે !?
 • હું તમને કહું છું કે, ક્યામતને દિવસે ગામ કરતાં તો સદોમની દશા પણ બહેતર હશે.
નઠોરતા માટે અફસોસ
 • અરેરે ખોરાઝીન ! અરેરે બેથસૈ દા ! તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત, તો તે શહેરોએ કાયરનો સોગિયાં કપડાં પહેરીને અને રાખ ચોળીને જીવનપલટો કર્યો હોત.
 • પણ કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતાં બહેતર હશે.
 • અને ઓ કફરનહૂમ ! તને શું આસમાનમાં ચડાવવામાં આવશે ? તું તો પાતાળમાં પટકાશે !
 • જે કોઈ તમારી વાત કાને ધરે છે, તે મારી વાત કાને ધરે છે, અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.
આનંદની સાચું કારણ
 • પેલા બોત્તેર શિષ્યો હરખાતા હરખાતા પાછા આવી કહેવા લાગ્યા, પ્રભુ, આપને નામે અપદૂતો પણ અમને વશ વર્તે છે.
 • પણ ઈસુએ તેમને કહ્યું, હું સેતાનને આકાશમાંથી વીજળીની જેમ પડતો જોતો હતો.
 • અને જુઓ, મેં તમને સર્પોં અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે. અને કશાથી તમારો વાળ સુદ્ધાં વાંકો નહિ થાય.
 • તેમ છતાં, અપદૂતો પણ તમને વશ વર્તે છે એનો તમારે આનંદ નથી માનવાનો, પણ તમારે આનંદ તો એ વાતનો માનવાનો છે કે તમારાં નામ સ્વર્ગમાં નોંધાઈ ગયાં છે.
સરલતાનું ગૌરવ
 • એ જ ક્ષણે પવિત્ર આત્માથી પ્રેરાઈને ઉલ્લાસમાં આવીને ઈસુ બોલી ઊઠયા. હે પિતા, સકળ સૃષ્ટિના માલિક ! આ બધી વાતો તેં ડાહ્યા અને ચતુર માણસોથી ગુપ્ત રાખીને અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ, પિતાજી, તને એ જ રુચ્યું.
 • મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે, અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી. અને પિતા કોણ છે એ પુત્ર, અથવા તો પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય કોઈ જાણતું નથી.
 • પછી ઈસુ અને શિષ્યો એકલા પડતાં ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું, તમે જે જુઓ છો તે જોનારી આંખો ધન્ય છે !
 • હું તમને કહું છું કે, ઘણા પયંગબરો અને રાજવીઓ તમે જે જુઓ છો તે જોવાની ઈચ્છા સેવતા હતા, પણ જોવા પામ્યા નહોતા, તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહોતા.
બંધુ કોણ ?
 • એક શાસ્ત્રીએ આગળ આવીને ઈસુની પરીક્ષા કરી જોવા એવો પ્રશ્ન પૂછ્યો કે, ગુરુદેવ, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું ?
 • ઈસુએ કહ્યું, શાસ્ત્રમાં શું લખેલું છે ? શો પાઠ છે ?
 • પેલાએ જવાબ આપ્યો, તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો, અને તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો.
 • ઈસુએ તેને કહ્યું, તારો જવાબ સાચો છે. એ પ્રમાણે કર એટલે તને જીવન પ્રાપ્ત થશે.
 • પણ પોતાનો પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોઈ તેણે ઈસુને કહ્યું, પણ મારો બંધુ કોણ ?
 • ત્યારે ઈસે જવાબ આપ્યો, એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો. એવામાં તે લૂંટારુઓના હાથમાં સપડાયો. તે લોકોએ તેના કપડાં ઉતારી લીધાં અને સાચી પેઠે માર પણ માર્યો અને તેને અધમૂઓ મૂકીને પોતે ચાલતા થયા.
 • હવે એવું બન્યું કે, એક પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો, પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો.
 • આ જ રીતે એક પુરોહિતસહાયક પણ ત્યાં આવ્યો, અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો.
 • પણ એક શમરુની મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો, અને પેલા માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી.
 • તેણે તેની પાસે જઈ તેના ઘા ઉપર તેલ અને દ્રાક્ષાસવ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાઈમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ સીધી.
 • ઉપરાંત, બીજે દિવસે બે રૂપામહોરો કાઢીને તેને સરાઈવાળાને આપી અને કહ્યું, તમે એની સંભાળ રાખજો, અને તમે જે કંઈ વધારાનું ખર્ચ કરશો તે હું વળતાં તમને આપી દઈશ.
 • હવે, આ ત્રણમાંથી કોણ પેલા લૂંટારુના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય ? તું શું ધારે છે ?
 • પેલાએ જવાબ આપ્યો, જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે. ત્યારે ઈસુએ તેને કહ્યું, તો જા, તું પણ એ પ્રમાણે કરજે.
શ્રેષ્ઠ સેવા
 • પ્રવાસ કરતા કરતા ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્થા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમને સ્વાગત કર્યું.
 • તેને મરિયમ કરીને એક બહેન હતી. તે પ્રભુનાં ચરણ આગળ બેસીને તેમનાં વચન સાંભળતી હતા.
 • દરમિયાન માર્થા વિવિધ સેવાસત્કાર કરવા દોડધામ કરતી હતી, તે ઈસુ પાસે આવીને બોલી, પ્રભુ, મારી બહેને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે. એનું તમને કશું નથી લાગતું ? તમે એને કહોને કે મને હાથ લાગે.
 • પણ પ્રભએ જવાબ આપ્યો, માર્થા, માર્થા તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે પણ ખરું, જોતાં જરૂર તો એક વસ્તુની જ છે. આ મરિયમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે. અને તે એની પાસેથી છીનવી લેવામાં નહિ આવે.