Bible_English

અધ્યાય-18

પ્રાર્થનામાં ખંત
  • તમારે હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ અને નિરાશ ન થવું જોઈએ, એમ સમજાવવા ઈસુએ તે લોકોને એક દષ્ટાંતકથા સંભળાવીઃ
  • કોઈ શહેરમાં એક કાજી રહેતો હતો. તે નહોતો ઈશ્વરથી ડરતો કે નહોતો માણસની પરવા કરતો.
  • એ શહેરમાં એક રાંડીરાંડ બાઈ રહેતી હતી. તે આવી વીને કાજીને કહેતી, મારા સામાવાળા સામે મને ન્યાય આપવો.
  • કેટલાક વખત સુધી તો કાજીએ ધ્યાનમાં ન લીધું, પણ આખરે તેણે મનમાં વિચાર કર્યો. જોકે હું ઈશ્વરથી ડરતો નથી તેમ માણસની પણ પરવા કરતો નથી.
  • તેમ છતાં એ મારો જીવ ખાઈ જાય છે, એટલે હું એને ન્યાય મળે એમ કરીશ, નહિં તો એ આવી આવીને મને હેરાન હેરાન કરી મૂકશે.
  • પછી પ્રભુએ કહ્યું, આ બેઈમાન કાજી શું કહે છે તે સાંભળો.
  • તો શું ઈશ્વર પોતાના વરેલાઓની, જેઓ રાતદિવસ એની આગળ પોકાર કર્યા કરે છે, તેમની વાત ધીરજથી નહિ સાંભળે ? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે ?
  • હું તમને કહું છું કે, તે એ લોકોને વિનાવિલંબે ન્યાય કરશે, તેમ છતાં, માનવપુત્ર આવશે ત્યારે તેને પૃથ્વી ઉપર શ્રદ્ધા જોવા મળશે ખરી ?
નમ્રની પ્રાર્થના ફળે,
  • પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી ખતરી હતી અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા એવા કેટલાક માણસોને ઉદ્દેશીને ઈસુએ આ દષ્ટાંતકથા કહીઃ
  • બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો જકાતદાર હતો.
  • ફરોશીએ ઊભાં ઊભાં આ પ્રાણે પ્રાર્થા કરી, હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યાભિચારી, અથવા આ જકાતદાર જેવોય નથી. એ બદલ હું તારો પાડ માનું છું.
  • હું અઠવાડિયે બે વાર ઉપવા, કરું છું, અને મારી પૂરેપૂરી આવકનો દસમો ભાગ ધર્માદામાં આપું છું.
  • પણ પેલો જકાતદાર તો દૂર ઊભો રહ્યો. તેની ઊંચે નજર કરવાની સુદ્ધાં હિંમત ચાલી નહીં. તે છાતી કૂટતો કૂટતો બોલવા લાગ્યો, હે ભગવાન, હું પાપી ઉપર દયા કરો.
  • હું તમને કહું છું કે, ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો, પેલો બીજો નહિ, કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.
ઈશ્વરનું રાજ્ય બાળકોનું છે
  • ઈસુ માથે હાથ ફેરવે એ હેતુથી લોકો નાનાં બાળકોને પણ તેમની પાસે લાવતાં હતાં એ જોઈને શિષ્યો તેમને વઢવા લાગ્યા.
  • પણ ઈસુએ તે બાળકોને પાસે બોલાવીને કહ્યું, બોળકોને મારી પાસે આવવા દો. એમને રોકશો નહિ. કારણ, ઈશ્વરનું રાજ્ય એમના જેવાંઓનું જ છે.
  • હું તમને ખાતરીથી કહું છું કે, જે કોઈ બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરતો નથી, તે કદી તેમાં પ્રવેશ પામવાનો નથી.
ધન એ વિધ્ન
  • યહૂદીઓના એક આગેવાને ઈસુને પૂછયું. ભલા ગુરુદેવ, શાશ્વત જીવન મેળવવા માટે મારે શું કરવું ?
  • ઈસુએ તેને કહ્યું, તું મને ભલા શા માટે કહે છે ? એક ઈશ્વર સિવાય કોઈ ભલું છે જ નહિ.
  • આજ્ઞાઓ તો તું જાણે છે, ખૂન કરવું નહિ, વ્યભિચાર કરવો નહિ, ચોરી કરવી નહિ, ખોટી સાક્ષી પૂરવા નહિ, માતાપિતાને માન આપવું.
  • પેલાએ કહ્યું, એ બધી આજ્ઞાઓ તો હું નાનો હતો ત્યારથી પાળતો આવ્યો છું.
  • આ સાંભળીને ઈસુએ તેને કહ્યું, હજી તારામાં એક વસ્તુ ખૂટે છે. તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને જે ઊપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે, ત્યાર પછી આવ, મારે પગલે ચાલ.
  • આ સાંભળીને તેની તો છાતી જ બેસી ગઈ, કારણ, તે ખૂબ શ્રીમંત હતો.
  • એ જોઈને ઈસુએ કહ્યું, પૈસાદારોને ઈશ્વરના રાજ્માં દાખલ થલું કેટલું મુશ્કલ છે !
  • સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે !
  • સાંભળનારાઓ બોલી ઊઠયા, તો પછી ઉદ્ધાર કોણ પામશે ?
  • ઈસુએ તેમને કહ્યું, માણસોને માટે જે અશક્ય છે, તે ઈશ્વરને માટે શક્ય છે.
  • ત્યારે પીતરે કહ્યું, જુઓ, અમે ઘરબારનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ.
  • ઈસુએ કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે, જે કોઈએ ઈશ્વરના રાજ્ય ખાતર ઘરબાર, પત્ની, ભાઈબહેન, મા બાપ કે છૈયાંછોકરાંનો ત્યાગ કર્યો હશે.
  • તેને આ લોકમાં જ અનેકગણું, અને પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાનું નથી.
મૃત્યુની આગાહી
  • બાર શિષ્યોને બાજુએ લઈ જઈને ઈસુએ કહ્યું, જુઓ, હવે આપણે યરુશાલેમ જઈએ છીએ. અને પયગંબરોએ માનવપુત્ર વિશે જે જે લખેલું છે તે સાચું પડશે.
  • તેને પરદેશી સત્તાવાળાઓને હવાલે કરવામાં આવશે, તેઓ એની મશ્કરી કરશે, એનું અપમાન કરશે, એના ઉપર થૂંકશે, અને ફટકા માર્યા પછી એનો વધ કરશે.
  • પણ ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.
  • પણ શિષ્યો આમાંનું કશું સમજ્યા નહિ. આ વચનો માટે ગૂઢ રહ્યાં. તેઓ એમા કહેવાનો અર્થ સમજી ન શક્યા.
દષ્ટિદાન
  • ઈસુ યરીખો નજીક આવ્યા ત્યારે એક આંધળો માણસ રસ્તાની ધારે ભીખ માગતો બેઠો હતો.
  • લોકોના ટોળાને પાસે થીને જતું સાંભળીને તેણે પૂછ્યું કે, આ શું છે ?
  • લોકોએ તેને કહ્યું, નાસરેથના ઈસુ અહીં થઈને જાય છે.
  • એટલે તે બૂમ પાડી ઊઠયો, ઓ ઈસુ, દાવિદના પુત્ર, મારા પર દયા કરો !
  • આગળ ચાલતા લોકોએ તેને ધમકાવીને શાન્ત રહેવા કહ્યું, પણ તે ઊલટો વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો, ઓ દાવિદના પુત્ર, મારા પર દયા કરો !
  • આગળ વધતા ચાલતા લોકે તેને ધમકાવીને શાન્ત રહેવા કહ્યું, પણ તે ઊલટો વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો ઓ દાવિદના પુત્ર, મારા પર દયા કરો !
  • ઈસુએ ઊભા રહીને તેને પાસે લાવવાને કહ્યું. તે પાસે આવ્યો એટલે ઈસુએ તેને પૂછયું.
  • તારી શી ઈચ્છા છે ? તારે માટે હું શું કરું ?
  • પેલા માણસે કહ્યું, પ્રભુ, મને દેખતો કરો.
  • ત્યારે ઈસુએ તેને કહ્યું, દેખતો થા. તારી શ્રદ્ધાઓ તને સાજો કર્યો છે.
  • અને તે જ ક્ષણે તે દેખતો થઈ ગયો, અને ઈશ્વરનાં ગુણગાન ગાતો ગાતો ઈસુની પાછલ ચાલવા લાગ્યો. બધા લોકો આ જોઈને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.