Bible_English

અધ્યાય-21

વિધવાની કોડી
  • ઈસુએ સામે જોયું તો પૈસાદાર માણસો મંદિરમાં ભંડારમાં ભેટ નાખતા હતા.
  • ત્યાં તેમણે એક ગરીબ વિધવાને બે કોડી નાખતી જોઈ.
  • અને કહ્યું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે.
  • કારણ, એ બધાએ તો પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી ભંડારમાં નાખ્યું છે, પણ આ બાઈ તો પોતા માટે પણ પૂરતું નહોતુ. છતાં એણે પોતાની જીવાદોરી જ આપી દીધી છે.
પ્રલયની એંધાણી
  • કેટલાક લોકો સુંદર પથ્થરકામ અને ભેટ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું એની વાત કરતા હતા, એટલે ઈસુ બોલ્યા.
  • તમે આ બધું જુઓ છો ને ? પણ એવો સમય આવશે જ્યારે આમાંનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનો નથી, બધા જ ઉથલાવી પાડવામાં આવશે.
  • તેઓએ તેમને પૂછયું, ગુરુદેવ, એ બધું ક્યારે બનશે ? અને એ બધું બનવાની તૈયારી છે. એની એંધાણી શી હશે ?
  • તેઓએ તેમને કહ્યું, જો જો, કોઈ તમને ભરમાવે નહિ. કારણ, મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે, હું જ તે છું, અને એ ઘડી આવી પહોંચી છે. તેમની પાછળ જશો નહિ.
  • અને જ્યારે તમે યુદ્ધો અને ઊથલપાથલોની વાત સાંભળો, ત્યારે ગભરાટમાં પડશો નહિ, કારણ, એવું બધું તો પહેલાં બનવાનું જ પણ તરત જ અંત આવવાનો નથી.
  • પછી તેમણે કહ્યું, પ્રજા વિરુદ્ધ પ્રજા અને રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે ચડશે.
  • મોટા મોટા ધરતીકંપ થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે. આકાશમાં ભયંકર દ્રશ્યો અને મોટી એંઘાણીઓ દેખાશે.
  • પણ એ બઘું થાય તે પહેલાં લોકો તેમને પકડશે, સતાવશે, સભાગૃહને હવાલે કરશે અને કેદમાં પૂરશે. મારા નામને કારણે તમને રાજાઓ અને સૂબાઓ આગળ ઘસડી જવામાં આવશે.
  • એ તમારે માટે મારે વિશેની શ્રદ્ધા વ્યક્ત કરવાની તક હશે.
  • પોતાનો બચાવ પહેલેથી વિચારી ન રાખવાનો મનથી નિશ્ચય કરો.
  • કારણ, હું તમને એવી વાણી અને બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી તેનો સામનો કે ખંડન કરી શકશે નહિ.
  • મારાં માબાપ અને ભાઈઓ અને સગાંઓ સુદ્ધાં તમને છેહ દેશે.
  • તમારામાંના કેટલાકનો વધ કરવામાં આવશે, અને મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે.
  • પણ તમારા માથાનો એકે વાળ વાંકો નહિ થાય.
  • મક્કમ રહેશે તો સાચું જીવન પામશો.
  • જ્યારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ, ત્યારે સમજી લેજો કે એનો વિનાશ આવી પહોંચ્યો છે.
  • ત્યારે જેઓ યહુદિયામાં હોય તેમણે ડુંગરો ઉપર નાસી જવું, જેઓ શહેરમાં હોય તેમણે ત્યાંથી ચાલ્યા જવું, અને જેઓ શહેરની બહાર હોય તેમણે અંદર ન આવવું.
  • કારણ, એ સજાનો કાળ હશે, જયારે જે કંઈ લખેલું છે તે બધું સાચું પડવાનું છે.
  • એ દિવસોમાં જે સ્ત્રીઓ સગર્ભા હશે અથવા જેમને ધાવણાં બાળકો હશે તેમની કેવી દુર્દશા થશે ! કારણ, આ ભૂમિ ઉપર ભારે આફત આવી પડશે, અને આ પ્રજા ઉપર કોપ ઊતરશે.
  • લોકો તલવારની ધારે ઢળી પડશે. તેમને બંદીવાન બનાવીને દેશદેશમાં લઈ જવાશે. અને વિધર્મીઓ તેમનો કાળ પૂરો થતાં સુધી યરુશાલેમને પગ તળે રોળી નાખશે.
માનવપુત્રનું આગમન
  • સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં એંધાણીઓ દેખાશે, અને તોફાને ચડેલા સમૂદ્રની ગર્જનાથી પૃથ્વીની પ્રજાઓ દિગ્મૂઢ અને આકુળવ્યાકુળ બની જશે.
  • પૃથ્વી ઉપર ઊતરનારી આફતના વિચારમાત્રથી ભયભીત બનીને લોકોનો જીવ ઊડી જશે, કારણ, ગગનમંડળનાં નક્ષત્રો ચળાયમાન થશે. અને ત્યાર પછી લોકો માનવપુત્રને મહાસામર્થ્ય અને મહિમા સાથે વાદળાં પર આરૂઢ થઈને આવતો જોશે.
  • જ્યારે આ બધું બનવા માંડે ત્યારે ટટાર ઊભા રહી માથું ઊંચું માથું રાખજો. કારણ, તમારી મુક્તિ નજીક આવી છે.
  • પછી ઈસુએ તેમને આ દ્રષ્ટાંત સંભળાવ્યુઃ તમે અંજીરના અથવા બીજા કોઈ પણ ઝાડનો વિચાર કરો.
  • એન કૂંપળ ફૂટવા માંડે છે એટલે આપોઆ તમે સમજી જોઓ છો કે વસંત નજીક આવી છે.
  • તે જ પ્રમાણે તમે જ્યારે આ બઘી બાબતો જુઓ, એટલે સમજી લેજો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે.
  • હું તમને ખાતરીથી કહું છું કે, આ પેઢી પૂરી થાય તે પહેલાં આ બધું બનશે.
  • આભ અને ધરતી ભલે લોપ પામે, પણ મારાં વચન કદી મિથ્યા નહિ થાય.
સાવધ રહેજો
  • તમે સાવધ રહેજો ! ભોગવિલાસ, નશાખોરી અને સાંસારિક ચિંતાઓથી તમારું ચિત્ત જડ ન થઈ જાય એ જોજો, નહિ તો એ દિવસ તમને અચાનક ફાંસલાની જેમ ઝડપી લેશે,
  • કારણ, એ દિવસ ધરતીના પડ ઉપર વસતા એકેએક માણસ ઉપર વી પડવાનો જ છે.
  • એટલે તમે જાગતા રહેજો કે, તમે આ બધી બનનારી બાબતોમાંથી સલામત પાર ઊતરો અને માનવપુત્ર સન્મુખ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકો.
  • હવે, દિવસ ઈસુ મંદિરમાં ઉપદેશ કરતા, અને રાતે રાતે બહાર જઈ જેતૂન પર્વત ઉપર રહેતા.
  • અને બધા લોકો તેમને સાંભળવા સવારના પહોરમાં આવી રહેતા.