Bible_English

અધ્યાય-24

રુણોદય
  • અઠવાડિયાને પહેલે દિવસે પો ફાટતાં જ પોતે તૈયાર કરેલાં સુગંધી દ્રવ્યો લઈને તેઓ કબર આગળ આવી પહોંચી.
  • જોયું તો કબર આગળથી શિલા ખસેડી નાખેલી હતી.
  • અંદર જઈને જુએ છે તો ત્યાં પ્રભુ ઈસુનું શબ હતું નહિ.
  • આથી તેઓ વિમાસણમાં પડી ગઈ હતી, ત્યાં અચાનક ઝળહળતાં વસ્ત્રોવાળા બે માણસો પ્રગટ થયા.
  • તેઓ ગભરાઈ ગઈ અને નીચું જોઈને ઊભી રહી. ત્યાં પેલા સજીવન થયા છે. પોતે ગાલીલમાં હતા ત્યારે તેમણે જે કહ્યું હતું તે યાદ કરો કે,
  • માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપી દેવાદો જોઈએ. ક્રૂસે ચડાવવા જોઈએ. અને ત્રીજે દિવસે તેણે પાછી સજીવન થવું જોઈએ.
  • ત્યારે તેઓને ઈસુના શબ્દો યાદ આવ્યા.
  • અને કબરેથી પાછી આવીને તેમણે અગિયાર પ્રેષિતોને અને બીજા સૌને આ બધા સમાચાર આપ્યા.
  • એ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યોહાન્ના અને યાકોબની મા મરિયમ પણ હતી. તેમની સાથેની બીજી સ્ત્રીઓએ પણ પ્રેષિતોને વાત કરી.
  • પણ તેમને આ વાત અક્કલ વગરની લાગી અને તેમણે માની નહિ.
  • પણ પીતર ઊઠીને કબર પાસે દોડી ગયો. તેણે વાંકા વળીને જોયું તો કફનના કાપડ સિવાય કશું દેખાયું નહિ. પછી તે બનેલી ઘટના વિશે આશ્ચર્ય પામતો પામતો ઘેર ગયો.
અજાણ્યા પ્રવાસીને વેશે
  • તે જ દિવસે તેઓમાંના બે જણ યરુશાલેમથી સાતેક ક્રોસ દૂર આવેલા એમ્માઊસ નામે ગામે જતા હતા.
  • અને આ બધા બનાવો વિશે વાતો કરતા હતા.
  • તેઓએ વાતમાં અને ચર્ચામાં મશગૂલ હતા એવામાં ઈસુએ જાતે આવીને તેમની સાથે ચાલવા માંડયું.
  • પણ તેમની આંખો તેમને ઓળખી ન શકી.
  • ઈસુએ તેમને પૂછયું. તમે ચાલતાં ચાલતાં શાની વાત કરો છો ?
  • તે લોકો ઊભા રહ્યા, તેમના ચહેરા ઉદાસ થઈ ગયા હતા.
  • તેઓમાંના એકનું નામ કિલયોપાસ હતું. તેણે જવાબ આપ્યો, યરુશાલેમમાં તમે જે એક એવા રહેવાસી છો, જેને આજકાલ ત્યાં શું શું બની ગયું એની ખબર નથી ?
  • ઈસુએ પૂછયું, શું બની ગયું ?
  • તેઓએ કહ્યું, નાસરેથના ઈસુની વાત સ્તો. તે ઈશ્વરની અને સૌ લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પયગંબર હતા.
  • પણ અમારા મુખ્ય પુરોહિતોએ અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધી અને મોતની સજા કરાવી ક્રૂસે ચડાવી દીધા.
  • અમને તો એવી આશા હતી કે, જેને હાથે ઈસ્રાયલની મુક્તિ થવાની હતી તે એ જ હતા. વળી, આજે તો વાતને ત્રણ દિવસ થવા આવ્યા.
  • એ વાત સાચી કે, અમારામાંની કેટલીક સ્ત્રીઓએ અમારાં ચિત્તને ખળભળાવી મૂકયાં છે. તેઓ વહેલી સવારે કબરે ગઈ હતી.
  • પણ ત્યાં શબ જોવામાં ન આવતાં પાછી આવી અને એવી વાત લાવી કે, અમને દેવદૂતોએ દર્શન દીધાં અને કહ્યું કે, ઈસુ જીવતા છે.
  • એટલે અમારામાંના કેટલાક કબરે ગયા તો એ સ્ત્રીઓએ કહ્યું હતું તેવું જ નીકળ્યું, પણ ઈસુનાં દર્શન એમને ન થયા.
  • ત્યારે ઈસુએ તેમને કહ્યું, ઓ મૂરખાઓ, પયગંબરોએ જે જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે ?
  • ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં તેણે આ બધું ભોગવવું આવશક્ય નહોતુ ?
  • પછી તેમણે પોતાને વિશે મોશેથી માંડીને બધા પયગંબરોએ શાસ્ત્રમાં જ્યાં જયાં જે કાંઈ કહ્યું છે તે બધું તેમને સમજાવ્યું.
  • એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું અને ઈસુએ પોતે આગળ જતા હોય એવો દેખાવ કર્યો. પણ પેલાઓએ તેમને આગ્રહ કર્યો કે, સાંજ થવા આવી છે. દિવસ આથમી ગયો છે. માટે અમારી સાથે રહી જાઓ. એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા.
  • તેમની સાથે જમવા બેઠા પછી તેમણે રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી, અને રોટલીની ટુકડા કરીને તેમને આપ્યા.
  • ત્યારે તે લોકોની આંખ ઊઘડી અને તેમમે ઈસુને ઓળખ્યા. પણ ઈસુ અંતર્ધાન થઈ ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા.
  • તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા ત્યારે આપણાં અંતર ઝળાંઝળાં નહોતાં થઈ જતાં ?
  • તે જ ઘડીએ ઊઠીને તેઓ યરુશાલેમ પાછા આવ્યા, તો તેમમે અગિયાર શિષ્યોને અને તેમની સાથેના બીજાઓને ભેગા થઈને
  • વાતો કરતા જોયા કે, પ્રભુ સજીવન થયા એ વાત સાચી છે. તેમણે સિમોનને દર્શન દીધાં છે.
  • એ પછી તે લોકોએ રસ્તે શું બન્યું હતું અને રોટલીના ટુકડા કરતાં પોતે પ્રભુને કેવા ઓળખી કાઢા હતા તે કહી સંભળાવ્યું.