Bible_English

વડોદરા ધર્મપ્રાંત

ઈતિહાસ

બિશપ : ગોડફ્રી ડિ રોઝારિયો, એસ. જે.
જન્મ : 13-09-1946
પુરોહિત દીક્ષા સંસ્કાર : 13-09-1946
બિશપ તરીકેની દીક્ષા : 28-12-1997
સરનામું : બિશપ હાઉસ, 71, અલ્કાપુરી સોસાયટી, વડોદરા 390 007
ટેલિફોન : 0265-2311837
મોબાઇલ : 9712735780
ફેક્સ : 0265-2339480
વિસ્તાર : 40,365 સ્ક્વેર કિ.મી.
કુલ વસ્તી : 1,85,10,380
ખ્રિસ્તીઓ : 91,000
બોલાતી ભાષાઓ : આદિવાસી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, કોંકણી, મલયાલમ, તામીલ

બરોડા એ મૂળ વજોદરા નામનું અંગ્રેજી રૂપ છે. ભારતમાં જ્યારથી કેન્દ્ર સરકારે ઘણાખરાં મોટાં શહેરોને અંગ્રેજો દ્વારા અપાયેલાં નામોને સ્વદેશી નામકરણ કર્યાં ત્યારથી વડોદરા શબ્દ એ પછી તમામ વ્યવહારમાં વપરાવા લાગ્યો છે. એક રીતે વડોદરા શબ્દ વધારે યોગ્ય અને સાર્થક છે. વડનો અર્થ વડનું ઝાડ થાય છે. એની પાછળની એક રસપ્રદ દંતકથા કંઈક એવી છે કે, એક વડનું વૃક્ષ હતું, જેનાં મૂળિયાં એટલાં વિસ્તૃત અને દૂર દૂર સુધી ફેલાયેલાં હતાં કે પાછળથી એ વૃક્ષનું મૂળ ઓળખવું પણ મૂશ્કેલ બની ગયું!

1965 સુધી મુંબઈના મહાધર્મપ્રાંતના વધારાના ચાર્જમાં રહ્યા બાદ વડોદરાની 1966માં નામદાર પોપ પોલ છઠ્ઠા દ્વારા સ્વતંત્ર ધર્મપ્રાંત તરીકે સ્થાપના કરાઈ હતી.

માંડ સાડા ત્રણ દાયકમાં આ ધર્મપ્રાંત 38 પેરિશ કેન્દ્રોમાં ફેલાઈ ગયો, જેમાના 23 તો ગ્રામવિસ્તારમાં આવેલાં છે. ગુજરાતના દૂર-સુદૂરના વિસ્તારોમાં ઈશ્વરના રાજ્યના ફેલાવા માટે 117 સંસ્થાઓ, 22 સાધ્વીમંડળો તથા 5 સાધુસંઘો સક્રિય છે.

અમે વિવિધ વિશાળ પારદર્શી-આધ્યાત્મિક, શૈક્ષણિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, કૃષિ વિષયક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છીએ. ટૂંકમાં, માનવવિકાસ તેમજ ગરીબ, જરૂરતમંદ, વંચિત અને શોષિતના ઉત્થાનને લગતી દરેક બાબત અમારા ધ્યાનના કેન્દ્રમાં છે.
ધર્મપ્રાંત આદિવાસી જાતિ માટે માર્ગ શોધવામાં નિઃશંકપણે ઝઝૂમી રહ્યો છે. ગુજરાતનું મિશન પણ પ્રિડોમિનેન્ટલી ટ્રાયબલનું છે.

પાંચેક દાયકા પહેલાં આપણી આદિજાતિ પાસે અત્યંત ઓછી વસ્તુઓ હોવા છતાં તે શાંતિ ને સંવાદિતાથી રહેતી. આદિવાસીઓ ખૂબ ખુશ હતા. ગાઢ જંગલો, હરિયાળાં જંગલો, નદી-નાળાનું પાણી અને વસંત, હરણ અને ખેડૂતવર્ગ, ચિત્તાઓ અને વાઘ પુષ્કળ પ્રમાણમાં હતાં. વૃક્ષો તેમના માટે ઘર અને સાધન બન્યાં. માછલી અને વન્ય પક્ષીઓ તેમનો આહાર બન્યાં. જમીનના ટુકડામાંથી તેમને અમુક અનાજની ઊપજ મળી રહેતી ને વણાટ માટે કાપડ પણ મળી રહેતું, એક આદિવાસી આગેવાને જણાવ્યું કે પૂરતા અને સાદા વિશ્વમાં જ શાંતિ રહેલી છે.

સમયના ચક્ર અનુસાર, ભલે લાંબા સમય માટે નહિ, છતાં કંઈક પ્રગતિ થઈ છે, પણ એય એક પ્રકારનું આક્રમણ બની રહી. જંગલો ખુલ્લાં છે. ટેકર-પર્વતો ધીરે ધીરે કોતરાઈ રહ્યાં છે ને નદીઓ સુકાઈ રહી છે, બહારના લોકોએ આવીને દુકાનો નાખી, મનીલેન્ડિંગ શરૂ કરીને રીતસરનું શોષણ કરવા માંડ્યું ને અર્થતંત્ર પર કબજો જમાવી દીધો! આદિજાતિનું વિશ્વ વિભાજિત થવા માંડ્યું. તેમનું આદર્શ ને રમ્ય વિશ્વ ભાંગીને ભુક્કો થઈ ગયું. સ્પિનિક્સ જેવા પક્ષીને સંઘર્ષ કરવો પડે છે. અધૂરમાં પુરું, એ બધા ઉપર, શાંત વાતાવરણ ડહોળાઈ ગયું છે અને સંઘર્ષ ઊભો કરીને અધોગતિ તરફ લઈ જતાં કેટલાક ધાર્મિક કટ્ટવાદી જૂથો દ્વારા એ વિચ્છેદ પામ્યું ને દૂષિત થયું છે.

પરંતુ આદિજાતિઓના વિલાપની ઉપેક્ષા થઈ શકે તેમ નથી, ભલે ને આર્થિક હોય, અસ્તિત્વનો હોય કે સામાજિક-રાજકીય હોય કે પછી સાંસ્કૃતિ હોય, પણ ગુજરાતમાં ચર્ચ ત્યાં ઘસી જાય છે અને આદિજાતિઓને સહકાર આપે છે.

આદિજાતિઓના વિલાપ, એમની લાગણીમાં ઈસુના પુનરુત્થાનનું રહસ્ય આપણને એમની સાથે રહીને રોટીમાં ભાગ પડાવવા આવકારે છે. ટૂંકમાં, શ્રદ્ધા જ આપણે દષ્ટિ આપે છે અને એક સમાજરચના માટે પોષણ આપે છે ને જેમ તેઓ પોતાના મુક્તિસંગ્રામમાં આગળ વધ્યા તેમ આપણે પણ આગળ વધીએ.

તેમ છતાં, અમે અમારી અમુક મર્યાદાઓ સારી પેઠે જાણીએ છીએ. ગુજરાતમાં આદિજાતિના માત્ર ખૂબ નાના પટ્ટાની જ અમે દેખરેખ રાખીએ છીએ. એમાંય ખલેલ પહોંચાડનારા અનેક પ્રશ્નો અમે અનુભવીએ છીએ ને તે જણાવવાના છે. કઈ રીતે આદિજાતિઓનાં શ્રેષ્ઠ હિતો આપણે જાળવી શકીએ ? શું આપણે ખરેખર આદિવાસીઓની હૃદયની ધડકનો અનુભવવા સમર્થ છીએ. તેમની આશા ભેદરેખા ક્યાં છે ? રાહતનાં માપો અને વિકાસ વચ્ચેના કડક સેતુ પર ચાલવું કેટલું સારું ? પરાવલંબીપણું દૂર કરવા વચ્ચે અને સ્વાવલંબીપણું સર્જવા તથા આત્મસૂઝ સંગઠિક કરવા વચ્ચે ? આપણે કઈ રીતે એક સંબંધિ (રિલવન્ટ) સ્થાનિક ચર્ચ બનાવી શકીએ ? અને આપણે માનીએ છીએ કે એકસોડસના અનુભવમાં બન્યું તેમ, પ્રવાસીની પ્રેક્રિયા, પ્રવાસી ચર્ચ પણ ઈશ્વરના હાથમાં છે. તે આપણી જરૂરિયાતોથી સભાન છે. ખેતરની વનસ્પતિ જુઓ. એ કેવી રીતે વધે છે, એ નથી મહેનત કરતાં કે નથી મજૂરી કરતાં, પણ હું તમને કહું છું, સોલોમન પણ પોતાના સમગ્ર વૈભવ દરમિયાન આમાંના એકેય જેટલો સજ્જ નહોતો. એટલે, આજે છે ને કાલે ચૂલામાં નંખાશે એવા ઘાસ-વનસ્પતિ ને જો ઈશ્વર આટલાં સારાં વસ્ત્રો પહેરાવે તો હે અલ્પવિશ્વાસુ માણ, તેમને તે કેમ વધારે સારી રીતે નહિ રાખે ?

 

આંકડાકીય માહિતી

  • ધર્મપ્રાંતીય ફાધરો
  • રિલીજીયસ પ્રિસ્ટ
  • રિલીજીયસ બ્રધર
  • રિલીજીયસ વિમેન
  • પેરિશોની સંખ્યા
  • સાધ્વીસંઘો
  • સાધુસંઘો

તાલીમગૃહો

  • નાની સેમિનરી

અન્ય

  • શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા
  • ટેકનિકલ સ્કૂલો
  • સીનિ. સેન્કડરી સ્કૂલ (10+2)
  • હાઈસ્કૂલો (10 મું ધો.)
  • પ્રાથમિક શાળાઓ
  • હોસ્પિટલો
  • ડિસ્પેન્સરીઓ