Bible_English

રાજકોટ ધર્મપ્રાંત

રાજકોટ ધર્મપ્રાંત ભારતના ઉત્તર-પશ્ચિમી ભાગે આવેલો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના સમગ્ર દ્વીપકલ્પનો વિસ્તાર છે, અને 109, 950 સ્કેવ. કિ.મી. વિસ્તાર તેમાં આવેલો છે. અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લોઓના નાગરિક વિસ્તારનો તેમાં સમાવેશ થાય છે, જે બધું મળીને ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓ તરીકે જાણીતું છે.

25મી ફેબ્રુઆરી 1977ના રોજ પેપલ કુલ ડી રેક્તા ફ્રિડેલિયમ દ્વારા પોપ પોલ છઠ્ઠાએ અમદાવાદ ધર્મપ્રાંતથી છૂટો પડીને નવો રાજકોટ ધર્મપ્રાંત રચ્યો.

અમદાવાદના જેસ્યુઈટ વાઈસ-પ્રોવિન્સને 1948થી અમદાવાદ ધર્મપ્રાંત સોંપાયેલો, તેથી તેઓ આ વિશાળ પ્રાંતને માણસો પૂરા પાડી શકે એમ નહોતા. સાથોસાથ, તમામ ક્ષેત્રેથી વધતી જતી માંગને પણ પહોંચી વળી શકે તેમ નહોતા. તેથી આ ધર્મપ્રાંતમાં સેવાકાર્યોની કામગીરી સાયરો-મલબાર રાઈટની કાર્મેલિટીઝ ઓફ મેરી ઈમાક્યુલેટ (સી.એમ.આઈ.)ને સોંપવામાં આવી.

અમદાવાદના પૂર્વ બિશપ એડવિન પિન્ટો એસ.જે. તથા સી.એમ.આઈ. ના પ્રાયર જનરલ વચ્ચે એક કરાર કરાયો કે અમદાવાદ ધર્મપ્રાંતના પણ અમુક ચોક્કસ વિસ્તારો સીએમઆઈને તેના શુભસંદેશ-પ્રચાર માટે સંપૂર્ણ જવાબદારી સહિત સોંપી દેવા.

1972થી સીએમઆઈ ફાધરો આ વિસ્તારોમાં સેવાકાર્ય સંભાળે છે, જે રાજકોટના અલગ ધર્મપ્રાંતમાં જોડાયા છે.

માર જોનાસ થાલિઆવ સીએમઆઈ રાજકોટના પ્રથમ બિશપ તરીકે નિમાયા હતા. તેઓ 11મી મે 1977ના રોજ બિશપ બન્યા હતા અને 19મી જૂન 1977ના રોજ નિમાયા હતા. બિશપ જોનાસને એમનો અનંદ એવોર્ડ 7મી નવેમ્બર 1981ના રોજ મળ્યો હતો. ફાધ વિક્ટોરિયન કુન્નેપરામાપિલ સીએમઆઈએ ધર્મપ્રાંતની વહીવટી જવાબદારી માર કારોટેમ્પ્રેલ સીએમઆઈ 24મી એપ્રિલ 1983ના રોજ રાજકોટના બીજા બિશપ બન્યા ત્યાં સુધી સંભાળી.

આ સમગ્ર મિશન પ્રાંત 1978માં સીએમઆઈ સંઘના સેક્રેડ હાર્ટ પ્રોવિન્સને સોંપાયેલું હતું ને રાજકોટ મિશન કહેવાતું. તે એક રીજીયનના સ્વરૂપમાં 1981માં ઊપસી આવ્યો અને તેનું નામ સેન્ટ ઝેવિરસ્ય રિજીયન પડયું. 1985માં અમરેલી અને ભાવનગરના સિવિલ જિલ્લાઓ તથા 1987માં જૂનાગઢ જિલ્લાઓ સીએમઆઈના સેન્ટ જોસેફસ પ્રોન્સિ (કોટ્ટયમ) સોંપાયા અને તે ચાવડા-સબ રીજીયન કહેવાયો. 1993માં સેન્ટ ઝેવિયર્સ રિજીયન વાઈસ પ્રોવિન્સ બન્યો. 1996માં ચાવડા સબ-રિજીયન પોતે રિજીયન બન્યો.

બિશપ જોશ ચિતૂપરામ્બિલ, સી.એમ.આઈ.
જન્મ 10-12-1954
પુરોહિત દીક્ષા સંસ્કાર 08-05-1985
બિશપ તરીકેની દીક્ષા 11-09-2010
સરનામું બિશપ હાઉસ, પોસ્ટ બોક્ષ નંબર-1501, કાલાવડ રોડ રાજકોટ – 360 005
ટેલિફોન (0281) (પેરિશ) 2563889, 2563415
(ઑફીસ) 2563891, 2563004, 2563203
ફેક્સ (0281) 2563427
મોબાઇલ 9426732055
ઈ-મેઈલ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.
વેબસાઇટ www.rajkotdiocese.org
વિસ્તાર 1,09,990 સ્કેવર કિ.મી.
કુલ વસ્તી 16 મિલિયન
બોલાતી ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મલયાલમ અને તામીલ

 

આંકડાકીય માહિતી

 • ધર્મપ્રાંતીય ફાધરો
 • રિલીજીયસ પ્રિસ્ટે
 • રિલીજીયસ વિમેને
 • પેરિશોની સંખ્યા
 • સાધ્વીસંઘો
 • સાધુસંઘો

તાલીમગૃહો

 • નાની સેમિનરી

શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા

 • કોલેજો
 • સીનિ. સેન્ડરી સ્કૂલ (10+2)
 • હાઈસ્કૂલો (10 મું ધો)
 • પ્રાથમિક શાળાઓ
 • હોસ્પિટલો
 • ડિસ્પેન્સરીઓ
 • અન્ય સંસ્થાઓ