Bible_English

ગાંધીનગર ધર્મપ્રાંત

ડીસા 1829 થી 1901 સુધી બ્રિટીશરોનું સ્થાયી કેથલિક ચેટલીન અને નાના દેવળ સાથે લશ્કરી છાવણી હતું. ઘણી વખત 500 જેટલી (મુખ્યત્વે આઈરીક્ષ) મીલીટરી વ્યક્તિઓને કેથલિક ચેટલીનની સેવાની જરૂર પડતી હતી. છાવણીનું મુકામ બદલાતા દેવળ બિનઉપયોગી બનતું કે તોડી નાખવામાં આવતું. વિશ્વેસરી માતાની પ્રતિમા ખંભોળજમાં રાખવામાં આવી. જે ઘણા વર્ષો સુધી ખંભોળજનાં માતા અનાથોની માતા તરીકે પુજાયાં. જ્યારે નિરાધારોની માતાનું પૂતળું વેલે-સીયા (સ્પેન) થી આવ્યું ત્યારે ખંભોળજના નવા ચર્ચમાં અભિષેક થયો. વિશ્વેશ્વરમાતા 1980ની આસપાસ નવા મિશન ડીસામાં પહોંચ્યા.

1936માં રાજકોટથી ફાધર ઈ. ગાડિયા એસ.જે. એ ડીસા, રાધનપુર, મહેસાણા, પાલનપુરની મુલાકાત શરૂ કરી, રેલવે અને અન્ય સરકારી અને નવાબની નોકરી કરનારા વિસ્તૃત કેથલિકો માટે પરમપૂજા કરી. ભારત 1947માં આઝાદ થતાંની સાથે જ પાકિસ્તાનથી ઘણા નિરાશ્રિતો ઉત્તર ગુજરાતમાં પ્રવેશ્યા. તેમાં માજીરાણાનાં, તેમાંના કેટલાક સિંઘના નવાબશાહ મિશનમાં સ્નાનસંસ્કાર પામેલા હતા. નવી જગ્યામાં અને ચર્ચની ગેરહાજરીમાં તેમનો ચર્ચ સાથેનો સંબંધ ખોરવાઈ ગયો. સાઠના છેલ્લા દાયકામાં આ કેથલિકોના એકને રેલવેના કેથલિક અધિકારીની મુલાકાતની તક મળી જેથી જાણી શકાયું કે રાધનપુર અને ડીસા તાલુકાનાં ગામડાંમાં કેથલિકો ફેલાયેલા છે. આ સમયમાં કલોલ મિશન અસ્તિત્વમાં આવ્યું હતું.

અમદાવાદ ધર્મપ્રાંત અને ગુજરાત ઈસુસંઘ બિશપ એડવીન પિન્ટો અને ફાધર ચાર્લ્સ ગોમ્સ. જે.ની. પ્રેરણાથી ઈસુસંઘી ધર્મગુરુઓને ઉત્તર ગુજરાત અને સાબરકાંઠામાં મિશન શરૂ કરવા મોકલાયા. કલોલમાં ફા. એમ.ડાયઝ ગારીઝ એસ.જે. (સ્થાપના 1964) અને માંકરોડા-ભિલોડામાંથી (સ્થાપના 1964) સ્વામી દીનદયાનંદ (ફા.લુઈસ એસ્પાસા એસ.જે.) એ તેમના વિસ્તારમાં મિશન કાર્યની શરૂઆત કરી. પછીના જેસુઈટ પ્રોવિન્સિયલ ફા. ફ્રાન્સિસ બ્રેગાન્ઝા, એસ.જે. (પાછળથી બરોડાની બિશપ બન્યા) અને સફળ પ્રાંતપતિએ આ પહેલને મદદ કરી અને થોડાં વર્ષોમાં નાના કંથારિયા, વિજયનગર, મેઘરજ, સાબરકાંઠા જિલ્લામાં અને કડી (ઊંટેશ્વરી) મહેસાણા, ડીસા અને રાધનપુર એમ ઉત્તર ગુજરાતમાં મિશનનો વિકાસ થયો.

1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ અને ગાંધીનગરનો વિકાસ રાજધાની તરીકે થયો. 1970માં સ્થપાયેલ ધર્મવિભાગમાં ઈસુબંધી ફાધર અને એપોસ્ટોલીક કાર્મેલનાં સિસ્ટરોને સ્કૂલ ખોલવા નિમંત્રણ આપ્યું. 1974માં દીર્ઘદષ્ટા મિશનરી ફાધર ચાર્લ્સ, ગોમ્સ, એસ.જે. અમદાવાદના બિશપ તરીકે નિમાયા. સ્થપાયેલા નવા જ મિશનને મહત્વ આપવા ઉપરાંત તેમણે ઉત્તર ગુજરાતના મુખ્ય નગર અને જિલ્લાના મુખ્ય મથકોમાં ધર્મવિભાગ અને સંસ્થાઓ સ્થાપવાનું આયોજન કર્યું. ઉત્તપ ગુજરાતમાં નવાધર્મપ્રાંતનું તેમનું સ્વપ્ન હતું. મોડાસા અને હિંમતનગર, પાટણ અને પાલનપુરમાં ધર્મવિભાગ, સ્કૂલ, કાનૂની સહાય અને બીદી સંસ્થા સ્થાપવાનું આયોજન હતું, જે નવા ધર્મપ્રાંતનો પાયો હતું. તેમન અનુગામી બિશપ સ્તાનિસલાઉસ ફર્નાન્ડિઝ, એસ.જે.એ સપનું સાકાર કર્યું. 11મી નવેમ્બર 2002ના રોજ ગુજરાતનું પાટનગર ગાંધીનગર મહાધર્મપ્રાંત સ્થપાયું અને બિશપ સ્તાનિસલાઉસ ફર્નાન્ડિઝ મહાધર્માધ્યક્ષ બન્યા. નવા મહા ધર્મપ્રાંતના વિસ્તારમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે. નવા વરાયેલા મહાધર્માધ્યક્ષે 22 ડિસેમ્બર 2002 ગાંધીનગરમાં ઉત્તર ગુજરાતના નવા કેથલિકોના પ્રતિનિધિઓની હાજરીમાં પોતાનું પદ સંભાળ્યું.

ગાંધીનગર મહાધર્મપ્રાંત બીજી પેઢીના કેથલિકોનું યુવાન ચર્ચ છે. મહાધર્મપ્રાંતનું વિઝન સ્ટેટમેન્ટ તૈયાર કરવા 12મી ફેબ્રુઆરી 2003ના રોજ મહાધર્માધ્યક્ષે ધર્મગુરુઓ અને રીલીજીયસની એક સભા બોલાવી. તા. 12મી ફેબ્રુઆરી 2003ના રોજ સ્થાનિક ગ્રુપે બીજી સભાની તૈયારી રૂપે મીટીંગ કરી. જેમાં સુપિરિયરને પણ આમંત્રણ હતું. સુપિરિયરોએ ઉદારતાથી લીધેલો ભાગ નવા મિશન માટે હિંમત આપનાર હતો. તેમની પ્રેરણાથી વિઝન સ્ટેટમેન્ટ ની ચર્ચા કરાઈ હતી અને તેનો સ્વીકાર થયો હતો, અને નવા મિશન માટે હિંમત આપના હતો. તેમની પ્રેરણાથી વિઝન સ્ટેટમેન્ટ ની ચર્ચા કરાઈ હતી અને તેનો સ્વીકાર થયો હતો, અને નવા મિશન માટે તખ્તો તૈયાર થયો.

થોડા સીનીયર અને યુવાન અમદાવાદ ધર્મપ્રાંતના ફાધરોનું ગાંધીનગર મિશન ગુજરાત ઈસુસંઘ અને બીજાં સાધ્વી મંડળોની હાજરીમાં મહાધર્મપ્રાંતે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં નવા મિશનની પહેલ કરી.

આર્ચબિશપ થોમસ મેકવાન
જન્મ 14-10-1952
પુરોહિત દીક્ષા સંસ્કાર 09-04-1988
બિશપ તરીકેની દીક્ષા 11-01-2003
સરનામું ધર્માચાર્ય નિવાસ, શાંતિવન, પેથાપુર, ગાંધીનગર 382 610
મોબાઇલ 9327004957
ઈ-મેઈલ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.
વિસ્તાર 29,942 સ્કેવર કિ.મી.
કુલ વસ્તી 1,00,00,000
બોલાતી ભાષાઓ ગુજરાતી, ભીલી, હિન્દી, અંગ્રેજી, કોંકણી, મલયાલમ અને તમીલ

 

આંકડાકીય માહિતી

 • ધર્મપ્રાંતીય ફાધરો
 • રિલીજીયસ પ્રિસ્ટ
 • રિલીજીયસ બ્રધર
 • રીલીજીયસ વિમેન
 • પેરિશોની સંખ્યા
 • સાધ્વીસંધો
 • સાધુસંઘો

શૈક્ષણિક સંસ્થોની સંખ્યા

 • સીનિ. સેન્ડરી સ્કૂલ (10+2)
 • હાઈસ્કૂલો (10 મું. ધો.)
 • પ્રાથમિક શાળાઓ
 • ડિસ્રેન્સરીઓ