પત્રવ્યવહાર દ્વારા અભ્યાસક્રમો

પત્રવ્યવહાર દ્વારા ચાલતા અભ્યાસક્રમો

કેથલિક ઈન્ફર્મેશન સર્વિસ સોસાસયટી (સી.આઈ.એસ.એસ.) દ્વારા અમે પત્રવ્યવહાર પાંચ જુદા જુદા અભ્યાસક્રોમા ચલાવીએ છીએ. તે છેઃ

  • આવો, ઈસુને મળો (પ્રથમ અભ્યાસક્રમ)
  • ઈશ્વર આપણી સાથે છે (બીજો-બાળકો માટેનો અભ્યાસક્રમ)
  • ખ્રિસ્તી દર્શન-લેખકઃ ફાધર વાલેસ
  • બાઈબલ સ્વાધ્યાય ભાગ-1 જૂનો કરાર
  • બાઈબલ સ્વાધ્યાય ભાગ-2 નવો કરાર

અમારા બધા અભ્યાસક્રમની એક ખાસ વિશેષતા એ છે કે અમે કોઈના ઉપર બળજબરી કે દબાણ કર્યા વિના અમારો અભ્યાસક્રમ ચલાવીએ છીએ તેમણે જાતે અમારો સંપર્ક સાધવાની જરૂર છે. વળી, તેમને જે અભ્યાસક્રમ કરવો હોય છે તે તેમની અનુકૂળતા પ્રમાણે થોડા અઠવાડિયાઓ કે મહિનાઓમાં અથવા તો એક કે બે વર્ષ દરમિયાન પણ કરી શકે.

આ વેબસાઈટ ઉપર અમે ફક્ત એક જ આવો, ઈસુને મળો અભ્યાસક્રમ ઓનલાઈન મૂક્યો છે. એટલે આપ આવો, ઈસુને મળો પર ક્લિક કરો અને પાપને અમારા અભ્યાસક્રમનો 10 પાઠ કે પુસ્તિકાઓ મળશે અને ગમે તે પાઠ પસંદ કરીને આપ એ પાઠ વાંચી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. બેવસાઈટ પર કે પત્રવ્યવહાર દ્વારા આ અમારા અભ્યાસક્રમો નિઃશુલ્ક મેળવી શકો છો. શુભેચ્છાઓ સાથે.

ફાધર વર્ગીસ પોલ, એસ.જે. ડાયરેક્ટર, સી.આઈ.એસ.એસ.

     
 
     

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.