Welcome to...

English  | 

We are very happy to meet you in our webpage...

અમારા વિશે જાણો?

દાંતીવાડા (બનાસકાંઠા)થી એક વિદ્યાર્થી (રજેસ્ટ્રેશન નંબર 23957) લખે છે.
“આપની મોકલેલ ઈસુને મળો નામની પુસ્તિકાઓ મળીઃ વાંચીને ખૂબ જ આનંદ થયો છે. હું ખરા દિલથી પસ્તાવો કરું છું. કે મારી જિંદગમાંથી વંઠેલા દીકરાની વાર્તાની જેમ ન કરવાનું કર્યું છે. મારા પિતા સમાન પ્રભુ ઈશુમાં વિશ્વાસ છે તે મને સાચી સૃષ્ટિના દર્શન કરાવે છે અને મને હવે મંજિલ વગરના રસ્તાએથી પાછા વળવાની પ્રેરણા આપે છે.”

“હવેથી હું પ્રભુ ઈશુ પર દઢ વિશ્વાસથી પ્રાર્થના કરું છું કે મારી જિંદગીમાં તે હંમેશા મારી સાથે રહે અને મને તે તેમનો પુત્ર સમજી અપનાવી લે. તેમાં તમે લોકોએ મહત્વનો ફાળો આપ્યો છે... મને પ્રભુ ઈશુ વિશે વધુ જાણવાની ઈચ્છા છે. તો મને મારા સરનામે વધુ માહિતી મોકલવા વિનંતી અને મારા વતી તમે પ્રભુ ઈશુ આગળ એક નાનકડી પ્રાર્થના કરશો જેથી તે મારા જીવનમાં સુખ અને શાંતિ બક્ષે. મને વિશ્વાસ છે કે પ્રભુ ઈશુ આગળ એક નાનકડી પ્રાર્થના કરશો જેથી તે મારા જીવનમાં સુખ અને શાંતિ બક્ષે. મને વિશ્વાસ છે કે પ્રભુ ઈશુ મારી ઈચ્છા જરૂર પૂર્ણ કરશે.”

“શુભસંદેશ પુસ્તિકા ધર્મગ્રંથ વાંચવાનું ચાલુ કરે છે તે વાંચવાથી અને તેના પર મનન કરવાથી મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને મારામાં મારા પરમપિતા પ્રભુ ઈશુ પ્રત્યોનો અને ગાઢ વિશ્વાસ મજબૂત બનતો જાય છે અને પ્રભુવર ઈસુ વિશે ઘણું બધું જાણવા મળ્યાનો બહુ જ આનંદ થયો છે.”

મહેસાણાથી એક વિદ્યાર્થી (રજીસ્ટ્રેશન નંબર-24215) લખે છેઃ
“આપશ્રીએ મોકલેલ ખ્રિસ્તી ધર્મ તેમજ આવો ઈસને મળો શ્રેણીની પુસ્તિકાઓ વાંચી અને તેનું મનન તથા મનોમંથન કર્યું. આ પુસ્તિકા વારંવાર વાંચવાની ઈચ્છા થાય છે. આ પુસ્તિકા જ્ઞાનનો સાગર છે. જીવન તમામે તમામ દષ્ટિકોણ ને હરેક પાસાને લાગૂ પડે છે... આપશ્રી વારા મોકલેલ લેખમાળા દ્વારા ખ્રિસ્તી ધર્મનો સારાંશ વિવિધ દષ્ટાંત કથાઓ બોધ કથાઓ જીવનલક્ષી ફિલસૂફી જાણવા મળી. લેખમાળાના શબ્દે શબ્દમાં અમૃતબુંદ છે. જેમ કે, ઈસુ જગતના સૌથી મહાન ગુરુ છે. દરેક વ્યક્તિએ પોતાનો ક્રોસ ઉપાડવો પડશે...”

બોટાદ (ભાવનગર)થી એક વિદ્યાર્થી (રજીસ્ટ્રેશન નંબર 24055) લખે છેઃ
“તમારી પુસ્તિકાઓ અમારા જીવનનો એક હિસ્સો બની જાય છે. તેમાં આપવામાં આવેલા ઈસુના સંદેશથી જીવનને સાચી રાહ મળે છે. અને જીવન જીવવાની યોગ્ય પદ્ધતિ તેમાંથી શીખવા મળે છે... ઈસુના દરેક વચનો મને ખૂબ જ ગમે છે. તેમના દ્વારા આપવામાં આવેલા સંદેશના દરેક શબ્દમાં કરુણા અને મમતાની મીઠી લહેર આવે છે. અને કદાચ તેથી જ ઈસુ પ્રત્યે મને આટલો લગાવ છે...”

કચ્છથી એક વિદ્યાર્થી (રજીસ્ટ્રેશન નંબર 23840) લખે છેઃ
“આપનો આ પત્રવ્યવહાર દ્વારા જે અભ્યાસક્રમ ચાલે છે તે મને સારો લાગ્યો છે. કારણ ઘરે બેઠા અમે ખ્રિસ્તી ધર્મ વિશે જાણી શકીએ. ખ્રિસ્તીધર્મ ગુજરાતમાં ઓછો છે. એટલે અમોને પૂરી જાણકારી હોતી નથી અને આપણા અભ્યાસક્રમમાં મને તો સારું એવું ખ્રિસ્તી ધ્મ વિશે જાણવા મળ્યું છે... મને ખબર ન હતી કે ખ્રિસ્તી ધર્મ વિશે ક્યાંથી જાણકારી મલે પણ મેં જ્યારે આપની જાહેરાત ખબરમાં વાંચી ત્યારે મને ખબર પડી... ઈસુ જેવા કોઈ જ ભગવાન નથી. તે દયાના સાગર છે. તે હંમેશા બધાઓને પ્રેમ કરે છે. જ્યારે તેમને ક્રૂસ ઉપર ચડાવવામાં આવ્યા ત્યારે પણ તેને મારનારને મા કરી દીધા તે ઈસુ ભગવાનની મહાનતા છે...”

ગઢડા (ભાવનગર)થી એક વિદ્યાર્થીની (રજીસ્ટ્રેશન નંબર 23891) લખે છેઃ
“ઈસુના જીવન વિશે વાંચીને અને જાણીને મારા જીવનમાં હું ઈસુના ઉપદેશો ઉતારવાની પૂરી કોશિષ કરી રહી છું. છે તો અઘરું પણ અશક્ય નથી. મારી સહનશક્તિ ખૂબ જ ઓછી છે. પરંતુ ઈસુ વિશે જાણ્યા બાદ હું સહન કરવાની શક્તિ મેળવવાનો પ્રયત્ન કરી રહી છું...”

કેથલિક ઈન્ફર્મેશન સર્વિસ સોસાયટી (સી.આઈ.એસ.એસ.) એ કોઈ નફાના ઉદ્દેશ વિના ચાલતી એક સંસ્થા છે. અમદાવાદ ધર્મપ્રાંત હેઠળ તે ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલી છે. એમાં ધર્માધ્યક્ષશ્રી પોતાના હોદ્દાની રૂએ પ્રમુખ અને ઈસુ સંઘના પ્રાંતપતિ પોતાના હોદ્દાની રૂએ ઉપ-પ્રમુખ છે. હું (ફાધર વર્ગીસ પોલ અને તેના પ્રારંભ 1984થી તેનો મુખ્ય કર્તાહર્તા છે.

સી.આઈ.એસ.એસ.નું પ્રથમ મહત્વનું કાર્ય અમદાવાદ મિશન(1934-1984)ની સુવર્ણ જયંતીના સુવેનિયરના પ્રકાશનનું હતું. તે વખતે ગુજરાતમાં સમગ્ર કેથલિક ખ્રિસ્તી ધર્મ અંગેની માહિતી માટે તે સુવેનિયર ભરોસાપાત્ર સ્ત્રોત બન્યું. એ સ્મરણિક આજે પણ માહિતીનું ઉપયોગી સ્ત્રોત છે.