અધ્યાય-11
આદર્શ પ્રાર્થના
- એક વાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યે તેમને કહ્યું, યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ પણ અમને પ્રાર્થના કરતાં શીખવો.
- ઈસુએ કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું,
હે પિતા, તમારા નામનો મહિમા થાઓ,
- તમારું રાજ્ય આવો, અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો.
- અને અમારાં પાપો માફ કરજો, કારણ, અમે પણ અમારા એકેએક અપરાધીને માફ કરીએ છીએ. અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહિ.
- વળી, તેમણે શિષ્યોને કહ્યું, ધારો કે તમારામાંથી કોઈને એક મિત્ર છે. તે મધરાતે તેને ત્યાં આવે છે અને કહે છે કે, ભાઈ, મને થોડો લોટ ઉછીનો આપ ને.
- પ્રવાસે નીકળેલો મારો મિત્ર મારે ત્યાં આવી ચડયો છે અને તેની આગળ ધરવાનું મારી પાસે કંઈ નથી.
- તો શું અંદરથી પેલો માણસ એમ કહેશે કે, મને પજવીશ નહિ, બારણાં ક્યારનાં વસાઈ ગયાં છે, મારાં છોકરાં અને હું સૌ સૂઈ ગયા છીએ, હવે મારાથી ઊઠીને અપાય એમ નથી ?
- હું તમને કહું છું કે, એ માણસ મિત્રતાને નાતે ઊઠીને ભલે ન આપે, તેમ છતાં તેના આગ્રહને વશ થઈને તે તેને જે જોઈએ તે આપેશ.
- અને એટલે હું તમને કહું છું કે, માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલી જશે.
- કારણ, જે કોઈ માગે છે તેને મળે છે. જે કોઈ શોધે છે તેને જડે છે, અને કોઈ ખખડાવે છે તેને માટે બારણાં ખૂલે છે.
- તમારામાં એવો કોઈ બાપ છે ખરો, કે છોકરો મચ્છી માગે તો સાપ આપે.
- અથવા ઈડું માગે તો વીંછી આપે ?
- આમ, તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો પરમપિતા પોતાની પાસે માગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકા શી ?
ઘર ફૂટયે ઘર જાય
- એક વાર ઈસુ માણસને મૂંગા બનાવી દેનાર અપદૂતને કાઢતા હતા. અપદૂત બહાર નીકળતાં ર્વેત પેલા મૂંગા માણસને વાચા આવી. એ જોઈને લોકો અચંબો પામી ગયા.
- પણ કેટલાકે કહ્યું એ તો અપદૂતોના સરદાર મદદથી અપદૂતોને કાઢે છે.
- અને બીજાઓએ તેમની પરીક્ષા કરવા કોઈ દેવી પરચો કરી દેખાડવાની માગણી કરી.
- પણ ઈસુ તેમના મનની વાત જાણી જઈને બોલ્યા, જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે, ઘર પર ઘ તૂટી પડે છે.
- એ જ રીતે, જો સેતનમાં પોતામાં જ ફૂટ પડી હોય તો તેનું રાજ્ય ટકે શી રીતે ? કારણ, તમારા કહેવા પ્રમાણે તો હું સેતાનની મદદથી અપદૂતો કાઢું છું.
- પણ જો હું સેતાનની મદદથી અપદૂતો કાઢતો હોઉ તો તમારા લોકો કોની મદદથી કાઢે છે ? તો લોકો જ તમને પણ દોષિત ઠરાવશે.
- પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અપદૂત કાઢતો હોઈ, તો તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે.
- જ્યારે બળવાન માણસ શસ્ત્રસજ્જ થઈને પોતાના મહેલનું રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે.
- પણ જયારે કોઈ તેના કરતાં વધારે બળવાન ચડી આવીને તેને હરાવે છે ત્યારે એણે જેના ઉપર મદાર બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટેલી મતા વહેંચી આપે છે.
- જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે.
આધ્યાત્મિક શૂન્યતાનું જોખમ
- જ્યારે કોઈ અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી બહાર નીકળે છે ત્યારે એ વિસામાની શોધમાં રણવગડામાં ભટકે છે, પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું આવ્યો તે ઘરમાં જ હું પાછો જાઉં.
- અને આવીને જુએ છે તો ઘ વાળેલું ઝાડેલું અને વ્યવસ્થિત હોય છે.
- પછી તે જઈને પોતાના કરતાં વધુ દુષ્ટ એવા બીજા સાત અશુદ્ધ આત્માઓને સાથે લઈ આવે છે અને તે બાદ અંદર જઈને ધર કરીને રહે છે, અને અંતે તે માણસની સ્થિતિ પહેલાં કરતાં ખરાબ થાય છે.
ધન્ય કોણ ?
- ઈસુ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ટોળામાંથી એક બાઈ મોટેથી બોલી ઊઠી, તને જેણે કૂખમાં ધારણ કર્યો અને ધરાવ્યો તે ધન્ય છે !
- પણ ઈસુએ કહ્યું, ખરું, પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે તેઓ ખરાં ધન્ય છે.
પરચો બતાવવાનો ઈન્કાર
- લોકોનાં ટોળાં ઈસુની આસપાસ ઊભરાતાં હતાં. ત્યાં તેમણે બોલવા માંડયું, આ પેઢીના લોકો દુષ્ટ છે. એ લોકો પરચો જોવા માગે છે, પણ એમને યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો દેખાડવામાં નહિ આવે.
- કારણ, યોના પોતે જેમ નિનવેના લોકે પરચારૂપ હતો, તેમ માનવપુત્ર પણ આ પેઢીના લોકોને પરચારૂપ થશે.
- કયામતને દિવસે આ પેઢીના લોકની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એ લોકોને દોષિત ઠરાવશે, કારણ, ધરતીના છેડેથી તે શલોમોનની વાણી કયામતને દિવસે આ પેઢીના માણસો સાથે નિનવેનો લોકો પણ ઊભા થશે અને એમને દોષિત ઠરાવશે, કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવનપલટો કર્યો હતો, અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે યોના કરતાં મહાન છે !
દેહનો દીવો
- કોઈ દીવો સળગાવીને તેને ભોંયરામાં કે ટોપલા તળે મૂકતું નથી, પણ દીવી ઉપર મૂકે છે, જેથી અંદર આવનાર સૌ કોઈ પ્રકાશ જોવા પામે.
- તારા દેહનો દીવો આંખ છે. જો તારી આંખ છે. જો તારી આંખ નરવી હશે, તો તારો દેહ પણ અંધકારમય રહેશે. એટલે તું એ વાતની કાળજી રાખજે કે, તારા અંતરમાંનો પ્રકાશ અંધકાર ન હોય.
- જો તારો આખો દેહ પ્રકાશમય હશે, અને તેમાં અંધકારનો લેશ પણ નહિ હોય, તો તારો આખો દેહ તારા ઉપર પ્રકાશ પડતો હોય તેમ ઝળહળી ઊઠશે.
ખોટું ને સાચું ધર્માચરણ
- ઈસુએ બોલવાનું પૂરું કર્યું ત્યાં એક ફરોશીએ તેમને જમવાનું નિમંત્રણ આપ્યું, એટલે તેઓ તેના ઘરમાં જઈને ભાણે બેઠા.
- ઈસુએ ભોજન પહેલાં હાથ ધોયા નહિ એ જોઈને પેલા ફરોશીને નવાઈ લાગી.
- પણ પ્રભુએ તેને કહ્યું, તમે ફરોશીઓ થળી અને લોટો બહારથી સાફ કરો છો, પણ તમારી અંદર લોભ અને દુષ્ટતા ભર્યો છે.
- અરે મૂરખાઓ ! જેણે બહારની બાજુ બનાવી છે તેણે જ અંદરની બાજુ પણ બનાવી નથી શું ?
- પણ જે કંઈ તમારી પાસે હોય તે દાનમાં આપી દો,. એટલે બધું સ્વચ્છ થઈ જશે.
- ઓ ફરોશીઓ, તમારી કેવી દશા થશે, તમે ફીદીનો, શિતાબ અને બીજી શાકભાજીનો દસમો ભાગ ધર્માદામાં આપો છો, પણ ન્યાય અને ઈશ્વરપ્રીતિની પરવા કરતા નથી, પેલી વસ્તુની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જ જીવનમાં ઉતારવી જોઈતી હતી.
- ઓ ફરોશીઓ, તમારી કેવી દશા થશે ! તમને સભાગૃહોમાં મુખ્ય જગ્યાઓ લેવાનું અને ચૌટામાં વંદન ઝીલવાનું ગમે છે.
- તમારી કેવી દશા ! તમે નજરે ન ચડે એવી કબરો જેવા છો, જેના ઉપર અજાણતાં લોકો ચાલે છે.
- આ સાંભળીને એક શાસ્ત્રીએ કહ્યું, ગુરુજી, આવું કહીને આપ અમારું પણ અપમાન કરો છો.
- ઈસુએ સામેથી કહ્યું, ઓ શાસ્ત્રીઓ, તમારી પણ કેવી દશો થશ ! તમે લોકોને માથે અસહ્ય બોજો લાદો છો, અને પોતે એક આંગળી સુદ્ધાં ટેકવતા નથી. તમારી કેવી દશા થશે !
- તમારા પૂર્વજોએ પયગંબરોનાં ખૂન કર્યા હતાં, અને તમે સ્મારકો રચો છે,
- અને એમ કરીને તમારા પૂર્વજોનાં કૃત્યોની સાક્ષી પૂરો છો અને તેમાં સંમતિ દર્શાવો છો, તે લોકોએ ખૂન કર્યાં અને તમે સ્મારકો રચો છો.
- અને આ જ કારણથી ઈશ્વરની જ્ઞાનવાણીએ કહ્યું છે કે, હું એ લોકોમાં પયગંબરો અને પ્રેષિતો મોકલીશ અને તેમાંના કેટલાકને એ લોકો રંજાડશે અને મારી નાખશે.
- પરિણામે દુનિયાના આરંભથી જે જે પયગંબરોનાં ખૂન કર્યાં હતાં, અને તમે સ્મારકો રચો છો !
- અને આ જ કારણથી ઈશ્વરની જ્ઞાનવાણીએ કહ્યું છે કે, હું એ લોકોમાં પયગંબરો અને પ્રેષિતો મોકલીશ અને તેમાંના કેટલાકને એ લોકો રંજાડશે અને મારી નાખશે.
- પરિણામે દુનિયાના આરંભથી જે જે પયગંબરોનાં લોહી રેડાયાં છે, તે બધાના લોહી માટે
- હાબેલથી માંડીને યજ્ઞવેદી અને ગર્ભગૃહની વચ્ચે જેનો વધ થયો હતો તે ઝખરિયા સુધીના સૌ કોઈના લોહી માટે, આ પેઢી પાસે જવાબ માંગવામાં આવશે. હું તમને કહું છું કે, આ પેઢીએ જ એ બઘાનો જવાબ આપવો પડશે.
- ઓ શાસ્ત્રીઓ, તમારી કેવી દશા થશે ! તમે જ્ઞાનમંદિરની ચાવી ખૂંચવી લીધી છે ! ન તો તમે પોતે પ્રવેશ કર્યો ન તો જેઓ અંદર જતા હતા તેમને જવા દીધા.
- ઈસુ ત્યાંથી નીકળ્યા ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ તેમના ઉપર ખૂબ કીનો રાખવા લાગ્યા, અને તેમના જ મોઢાના કોઈ શબ્દમાં તેમને ફસાવવાનો લાગ જોતા ઘણી બાબતો વિશે તેમની પાસે બોલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.